T20માંથી નિવૃત્તિ લીધા બાદ હવે શું કરશે રોહિત., વિરાટ
ક્રિકેટ જગતમાં સામાન્યપણે જ્યારે કોઇ ટીમ ટુર્નામેન્ટ હારી જાય છે ત્યારે ટીમમાં રહેલા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવાની માગણી કરવામાં આવે છે તો ક્યારેક તેઓ પોતે જ નિવૃત્તિની જાહેરાત કરી દેછે, પણ આ વર્ષે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતે તેના ત્રણ એક્કા ગુમાવ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતના ખેલાડી અને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ બેટર વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર બાપુ રવિન્દ્ર જાડેજાએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારતીય ચાહકોને ગળે પણ આ વાત પચાવવી મુશ્કેલ થઇ રહી છે કે રોહિત-વિરાટ- જાડેજા હવે ટીમમાં જોવા નહીં મળે. હવે રોહિત-વિરાટ-જાડેજા શું કરશે એવો સવાલ બધાના જ મનમાં થઇ રહ્યો છે. તો ચાલો આપણે આ ખએલાડીઓની ભવિષે્યની યોજનાઓ વિશે જાણીએ.
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પૂરી થયા બાદ ત્રણેની નિવૃત્તિ લેવાની જાહેરાત આશ્ચર્યજનક તો નહોતી જ. રોહિત શર્મા 37 વર્ષનો છેો, કોહલી 36 વર્ષનો છે અને જાડેજા કોહલીથી માત્ર સાડા પાંચ મહિના નાનો છે. ભારતીય ટીમને સફળતાના શિખરે પહોંચાડવામાં ત્રણેએ ઘણું યોગદાન આપ્યું છે અને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ત્રણેયએ એમ પણ કહ્યું કે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ટી20માં અન્યને તક આપવાનો સમય આવી ગયો છે.
ભારત આગામી કેટલાક મહિનામાં બે ટેસ્ટ શ્રેણી રમશે. 50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાશે. ભારત આગામી બે ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમશે. આ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વધુ ત્રણ ટેસ્ટ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની શ્રેણી રમશે. જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવે છે, તો તેઓ તે ઇંગ્લેન્ડ સામે ભારત માટે પાંચ ટેસ્ટ મેચ પણ રમશે. અહીં ભારત એક પણ શ્રેણી જીત્યું નથી.
રોહિત શર્માની વાત કરીએ તો તેઓ રોહિત શર્મા ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન અને ઓપનરની જવાબદારી સંભાળી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી રોહિત માટે હજુ પણ એક સ્વપ્ન છે. રોહિત ફૂલ ફોર્મમાં છે. રોહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જલદીથી જીતવાનો પ્રયાસ કરવા માટે કરી શકે છે.
વિરાટ કોહલીની વાત કરીએ તો તે હવે આગામી પેઢીના ખેલાડીઓને તૈયાર કરવાની જવાબદારી નિભાવી શકે છે અને ઘણા તેની પાસેથી અપેક્ષા રાખે છે. કોહલીની શિસ્ત, તેની ફિટનેસ, રમત પ્રત્યેનો તેનો અભિગમ આગામી પેઢીના ખેલાડીઓમાં માર્ગદર્શન આપવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. વ્યક્તિગત રીતે તે પોતાના રન રેકોર્ડને વધુ ઊંચા સ્તરે લઈ જવા માટે ODI, ટેસ્ટમાં રમી શકે છે.
Also Read –