સ્પોર્ટસ

Mark Boucherના નિવેદન પર Rohit Sharmaની પત્ની Ritika Sharmaએ આપી આવી પ્રતિક્રિયા…

IPL-2024 સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે, ક્યારેક તેના વેન્યુને લઈને તો ક્યારેક Mumbai Indian’sની કેપ્ટનશિપને લઈને… ડિસેમ્બરમાં IPL-2024ની લીલામી પહેલાં જ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય હતો ટીમની કેપ્ટનશિપ બદલવાનો.

અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ હતી રોહિત શર્માના હાથમાં પણ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના હાથમાં સોંપવામાં આવી હતી. જોકે, આ નિર્ણય બાદ ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી છે. આજે ફરી એક મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કેમ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી એ વાતને લઈને ટીમના મેઈન કોચ માર્ક બાઉચરે પણ ખુલાસો કર્યો હતો.

બાઉચરના આ ખુલાસા બાદ હવે હિટમેનની પત્ની રીતિકા શર્માએ પણ તીખીતમતમતી પ્રતિક્રિયા આપીને ફરી એક વખત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપને લઈને જાત જાતની વાતો થઈ રહી છે, એને હવા આપવાનું કામ કર્યું છે. રીતિકા શર્માની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થવા લાગી છે. આવો જોઈએ આખરે રીતિકા શર્માએ એવું તે શું કહ્યું…

બાઉચરે આ નિર્ણય પાછળ આઈપીએના બિન ક્રિકેટ પક્ષને એક કારણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આની પાછળનું કારણ આઈપીએલમાં રોહિત શર્માની ફેન ફોલોઈંગ અને આઈપીએલની ઝાકઝમાળ છે. તેણે જણાવ્યું હતું કે હું રોહિતના ખભા પરની જવાબદારીઓ ઘટાડવા માંગતો હતો અને આ જ કારણે આઈપીએલમાં આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, બાઉચરના આ નિવેદન પર રીતિકા શર્માએ આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે અને તેણે આ પોડકાસ્ટના કમેન્ટ્સ સેક્શનમાં જ કમેન્ટ કરતાં લખ્યું હતું કે આમાં ઘણી બધી વસ્તુઓ અને વાતો ખોટી છે. રીતિકાની આ પ્રતિક્રિયાએ પરી એક વખત રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છિનવી લેવાના વિવાદને હવા આપવાનું કામ કર્યું છે. ફેન્સ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2023માં મુંબઈ ઈન્ડિયન્સનું સુકાર સંભાળીને હિટમેને 16 મેચમાં 332 રન બનાવ્યા હતા. બાઉચરે આગળ એવું પણ જણાવ્યું હતું કે છેલ્લી કેટલીક સિઝનમાં રોહિતનું પર્ફોર્મન્સ ખાસ કંઈ સારું નથી રહ્યું. રોહિત ખૂબ જ વ્યસ્ત રહે છે અને તેણે સારી કેપ્ટનશિપ નિભાવી પણ છે, બેટ્સમેન તરીકે તેનું પર્ફોર્મન્સ સંતોષકારક નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…