IPL 2024સ્પોર્ટસ

‘મારે શું મારા માટે તો આ છેલ્લી………’ રોહિતના વીડિયોએ હલચલ મચાવી દીધી

IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે રમાશે. આ મેચ પહેલા રોહિત શર્મા અને KKR કોચ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં મુંબઈના પૂર્વ કેપ્ટનને એમ કહેતા સાંભળી શકાય છે કે આ મારું છેલ્લું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ છોડવા અંગે આ વાત કહી છે, જેના પછી હોબાળો મચી ગયો છે.

આપણે જાણીએ જ છીએ કે IPL 2024 પહેલા, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને હાર્દિક પંડ્યાને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. જોકે, ત્યાર બાદથઈ ાહર્દિક પંડ્યાને રોહિત અને મુંબઇના ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છએ. દરેક મેચમા ંહાર્દિકનો હુરિયો બોલાવવામાં આવે છે.


ક્રિકેટ નિષ્ણાતોએ પણ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ભારતમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીને ચાહકોના ગુસ્સાનો સામનો કરવાનો વારો આવ્યો હોય. લોકોને લાગે છે કે રોહિત સાથે અન્યાય થયો છે. રોહિતના નેતૃત્વમાં MIએ પાંચ વાર ટાઇટલ જીત્યું હોવા છતાં તેને સુકાની પદેથી હટાવવાનો નિર્ણય લોકોને ગળે ઉતર્યો નથી. હવે જ્યારે MIની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઇ ગઇ છે ત્યારે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત KKRના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.

રોહિત અને અભિષેક વચ્ચેની વાતચીતના આ વીડિયોમાં ઓડિયો બહુ સ્પષ્ટ નથી પરંતુ કેટલાક છૂટાછવાયા શબ્દો જાણી શકાય છે, જેમાંથી લોકો એવો તર્ક કાઢી રહ્યા છે કે રોહિત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપને લઈને થયેલા ફેરફારોની અને MIની ટીમ છોડવાની વાત કરી રહ્યો છે.

રોહિત અને અભિષેક નાયર વચ્ચેની વાતચીતનો આ વીડિયો KKR દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવ્યો હતો. આ વખતે હાર્દિકના નેતૃત્વમાં MIનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. IPL 2024ની પ્લેઓફની રેસમાંથી બહાર થનારી MI પ્રથમ ટીમ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો