ટોપ ન્યૂઝસ્પોર્ટસ

બેંગલુરુમાં રોહિત શર્માની આંધી, રચ્યો ઈતિહાસ

બેંગલુરુઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી ટવેન્ટી20 મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. અગાઉની બે મેચમાં નબળું પ્રદર્શન કરનારા કેપ્ટન રોહિત શર્માએ શરુઆતમાં ધીરજ રાખીને બેટિગ કરી હતી, પરંતુ સામે છેડે તબક્કાવાર ચાર વિકેટ ગુમાવી હતી. ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ (ચાર), વિરાટ કોહલી (0), શિવમ દૂબે (1), સંજુ સેમસન (0) નિષ્ફળ રહ્યા પછી હીટમેન રોહિત શર્માએ સાતત્યપૂર્ણ રમત રમીને નવો ઈતિહાસ રચ્યો હતો.

ભારતની પહેલી બે વિકેટ અઢાર રને, ત્રીજી 21 રન અને ચોથી વિકેટ 22 રને પડી હતી, પરંતુ સામે છેડે રોહિત શર્માએ જાણે અગાઉની મેચનું સાટું વાળવાનું હોય એ રીતે હાફ સેન્ચુરી કર્યા પછી આક્રમક બેટિંગ કરી હતી. 69 બોલમાં આઠ સિક્સર અને 11 ચોગ્ગા સાથે 121 રને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે સામે છેડે રિંકુ સિંહે પણ ધમાકેદાર બેટિંગ કરી હતી. છ સિક્સર અને બે ચોગ્ગા સાથે 39 બોલમાં 69 રન કર્યા હતા. 20 ઓવરમાં 212 રન કરીને અફઘાનિસ્તાનને જીતવા માટે 213 રનનો પડકારજનક સ્કોર આપ્યો હતો.

22 રનમાં ભારતે ચાર વિકેટ ગુમાવ્યા પછી રિંકુ સિંહ સાથે પાંચમી વિકેટ માટે 95 બોલમાં 190 રનની શાનદાર ભાગીદારી નોંધાવીને બંનેએ નવો ઇતિહાસ રચ્યો હતો. રોહિત શર્માએ 64 બોલમાં સદી ફટકારીને નવો ઈતિહાસ કર્યો હતો. ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ સદી બનાવનાર પહેલો બેટર બન્યો હતો, ત્યારબાદ ટવેન્ટી ઈન્ટરનેશનલમાં નોટઆઉટ રહીને 69 રન બનાવ્યા હતા.

છેલ્લી પાંચ ઓવરમાં ભારતે 100થી વધુ રન લીધા હતા. 19 ઓવર પછી ભારતની ચાર વિકેટે 176 રન હતા. રોહિત શર્માએ ફક્ત 64 બોલમાં સદી કરી હતી, જ્યારે રિંકુએ 36 બોલમાં ફિફ્ટી કર્યા હતા, જ્યારે છેલ્લી ઓવરમાં ભારતે 36 રન (પાંચ સિક્સર-એક નો બોલ પર સિક્સર, એક ચોક્કો, એક રન દોડી) લીધા હતા.


વિરાટ કોહલીને પાછળ મૂકીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે, જ્યારે આ ફોર્મેટમાં 54મી વખત ભારતીય ટીમના સુકાનીપદે રહીને રોહિતે 44મા રને નવો વિક્રમ બનાવ્યો હતો. વિરાટ કોહલીએ ભારત માટે પચાસ ટવેન્ટી-ટવેન્ટીમાં કેપ્ટનશિપ કરી છે. વિરાટે 47.57 એવરેજથી 1,570 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી કરી છે જ્યારે હવે રોહિત શર્માએ વિરાટનો સ્કોર પાર કર્યો છે. ટવેન્ટી-20માં રોહિત ફક્ત એરોન ફિંચ, બાબર આઝમ અને કેન વિલિયમ્સનથી પાછળ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત