
ઓસ્ટ્રેલિયન ટીમ ICC ODI વર્લ્ડ કપમાં ભારત સામે તેની પ્રથમ મેચ રમવા આવી હતી. હમણાં રમાયેલી વનડે શ્રેણીમાં સ્પિન સામે નિષ્ફળ ગયેલી ટીમની હાલત પણ આવી જ જોવા મળી હતી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ કાંગારૂ બેટ્સમેનોની હાલત દયનીય કરી નાખી હતી. રોહિત શર્માનો આ દાવ સામેના ખેલાડીઓ માટે અઘરો થઈ પાડ્યો હતો.
ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ પર સમગ્ર વિશ્વની નજર છે. ટીમ ઈન્ડિયા ટ્રોફીની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે.
રોહિત શર્માની કપ્તાનીમાં ICC ODI વર્લ્ડ કપ રમવા આવી રહેલી ટીમ ઈન્ડિયા પાસેથી દરેકને શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2011માં ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો હતો. હવે હિટ મેન તરફથી પણ એવી જ અપેક્ષા છે જે કરતબ માહી એ બતાવ્યા હતા તે હવે હિટ મેન રોહિત શર્માએ બતાવવાના છે.
કેપ્ટન તરીકે પ્રથમ વખત ICC ODI વર્લ્ડ કપમાં રમવા આવી રહેલા રોહિત શર્મા પર બધાને વિશ્વાસ છે. સ્થાનિક ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની શાનદાર કેપ્ટનશીપ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 વખત ટ્રોફી જીતી છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કોચ રાહુલ દ્રવિડ સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામે બનાવેલી યોજના સંપૂર્ણ રીતે સફળ રહી હતી. કાંગારૂ ટીમને ભારતીય ધરતી પર સ્પિનરોને રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તે ધ્યાનમાં રાખીને ત્રણ સ્પિન બોલરોને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
અનુભવી આર અશ્વિનની સાથે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને પ્રથમ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ ત્રણ બોલરોએ ઓસ્ટ્રેલિયાની બેટિંગની કમર તોડી નાખી હતી.
પોતાના અનુભવનો પૂરો ફાયદો ઉઠાવતા રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની બેટિંગની બરાબર ધોઈ નાખી હતી. એક પછી એક ત્રણ વિકેટ લીધી અને તે પણ માત્ર 10 બોલમાં જ આ મેચમાં જાડેજાએ 10 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવે 10 ઓવરના ક્વોટામાં 42 રન આપ્યા અને 2 વિકેટ લીધી. તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી ઘાતક બેટ્સમેન ડેવિડ વોર્નરને તેના બોલથી કેચ આપીને ઓસ્ટ્રેલિયાની ટીમને જોરદાર જટકો આપ્યો હતો. કુલદીપે 6 ઇનિંગ્સમાં ત્રીજી વખત વોર્નરને માત આપી હતી.
આર અશ્વિન આ મેચમાં ત્રીજા સ્પિનર તરીકે રમવા આવ્યો હતો અને તેણે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને જકડી રાખ્યા હતા. તેણે બોલિંગની 10 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી અને કેમરોન ગ્રીનને 8 રન પર હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો.
ભારતે તેની 3 વિકેટ વહેલી ગુમાવી દીધી હતી પરંતુ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલે પરિસ્થિતિને નિયંત્રિત કરી અને ભારત માટે સ્થિતિ મજબૂત બનાવી. નવીનતમ સ્કોર 141/3- 33.2 ઓવર.