38 વર્ષની મોટી ઉંમરે રોહિત વન-ડે કરીઅરની સંધ્યાકાળે પહેલી વાર બન્યો વિશ્વનો….

દુબઈઃ ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન અને વન-ડે ક્રિકેટમાં સર્વોત્તમ 264 રનના વ્યક્તિગત સ્કોર ઉપરાંત ત્રણ ડબલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ ધરાવનાર રોહિત શર્મા (Rohit sharma) પહેલી વખત વન-ડેના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-વન થયો છે. એ તો ઠીક, પણ તે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં બૅટ્સમેનોમાં સૌથી મોટી ઉંમરનો નંબર-વન (No. 1) ખેલાડી બન્યો છે.
રોહિતની ઉંમર 38 વર્ષ, 182 દિવસ છે. તે આઇસીસીના વન-ડે બૅટિંગ રૅટિંગમાં સર્વોચ્ચ ક્રમ મેળવનાર ઑલ્ડેસ્ટ ખેલાડી છે.
રોહિત ખાસ કરીને તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં 73 રનની અને અણનમ 121 રનની જે ઇનિંગ્સ રમ્યો એને કારણે તેણે નંબર-વનની રૅન્ક મેળવી છે. અત્યાર સુધી રોહિત લગભગ એક દાયકા સુધી ટૉપ-ટેનમાં જ રહ્યા કરતો હતો, પણ પ્રથમ વખત તે છેક હવે સર્વોચ્ચ રૅન્ક હાંસલ કરવામાં સફળ થયો છે.

આપણ વાચો: ઑસ્ટ્રેલિયામાં ફરી રમવા ન પણ આવુંઃ રોહિત શર્મા
વન-ડેના ટોચના પાંચ બૅટ્સમેન
(1) રોહિત શર્મા, ભારત, રેટિંગ 781
(2) ઇબ્રાહિમ ઝડ્રાન, અફઘાનિસ્તાન, રેટિંગ 764
(3) શુભમન ગિલ, ભારત, રેટિંગ 745
(4) બાબર આઝમ, પાકિસ્તાન, રેટિંગ 739
(5) ડેરિલ મિચલ, ન્યૂ ઝીલૅન્ડ, રેટિંગ 734



