સ્પોર્ટસ

Viral Video: બાંગ્લાદેશ સામે જિતવા માટે કેપ્ટન Rohit Sharmaએ લીધો Black Magicનો સહારો?

ચેન્નઈ ખાતે ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 280 રનથી શાનદાર જિત હાંસિલ કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ભલે ખાસ કંઈ સારું પ્રદર્શન ના કરી શક્યો હોય પણ સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા કંઈક એવું કરતો જોવા મળે છે કે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રોહિત શર્માએ-

આ પણ વાંચો : ‘કાંગારુઓ’ને પરાસ્ત કરવા ભારતના 2 ખેલાડીનું ફોર્મ મહત્ત્વનુંઃ ચેપલે કોના નામ આપ્યા?

https://twitter.com/i/status/1837804618031812782

રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં છ અને બીજી ઈનિંગમાં પાંચ રન બનાવ્યા હતા. પરંતુ આ મેચ દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે રોહિત શર્મા એક ટોટકો કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોહિત શર્મા સ્ટ્રાઈકલ એન્ડ સ્ટમ્પ પર રાખવામાં આવેલી બેલ્સની અદલાબદલી કરતો જોવા મળી રહ્યો છે અને પછી કંઈ મંત્ર મારતો હોય એવી એક્ટિંગ કરી રહ્યો છે. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘટના બાંગ્લાદેશની બીજી ઈનિંગ દરમિયાન 56મી ઓવર પૂરી થઈ ત્યારે બની હતી. આ સમયે મેહદી હસન મિરાજ અને નઝમુલ હુસૈન શાંતો બેટિંગ કરી રહ્યા હતા. જોકે, આ પહેલાં પણ ફેન્સે વિરાટ કોહલીને આ રીતે બેલ્સની અદલાબદલી કરતાં જોયો હતો. ફેન્સને રોહિત અને વિરાટનો આ મસ્તી ભર્યો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વાત કરીએ ચેન્નઈ ટેસ્ટની તો ટીમ ઈન્ડિયાની જિતમાં રવિચંદ્રન અશ્વિનની મહત્ત્વની ભૂમિકા રહી હતી. અશ્વિને બોલિંગ અને બેટિંગ બંનેમાં તરખરાટ મચાવીને પોતાના બેસ્ટ ગેમ દેખાડી હતી. 38 વર્ષીય અશ્વિને પહેલી ઈનિંગમાં 113 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની બીજી ઈનિંગમાં અશ્વિને 88 રન આપીને 6 વિકેટ લીધી હતી. અશ્વિન સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે જેણે ટેસ્ટમાં પણ સેન્ચ્યુરી ફટકારી યો અને પાંચ હોલ વિકેટ લીધી હતી. તેણે ભારતના જ પોલી ઉમરીગરનો 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.


Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button