સ્પોર્ટસ

તુમ લોગ મરવા દોગે મુઝે, વો દોનોં ઍક્ટિવ હૈ….રોહિત શર્માએ આવું કોના માટે કેમ કહ્યું?

બ્રિસ્બેનઃ ભારતના સિલસિલાબંધ ક્રિકેટરો નિવૃત્તિની જાહેરાત કરે એવું કંઈ વારંવાર ન બને. જૂન મહિનામાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ અચાનક જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યાર પછી રવીન્દ્ર જાડેજાએ પણ એમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તાજેતરમાં સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિ લઈ લીધી એટલે સ્વાભાવિક છે કે ખુદ કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ પર પણ ચર્ચા થાય.

આ પણ વાંચો : બુમરાહ એક વિકેટ લેશે એટલે મેલબર્નના ભારતીયોમાં બની જશે બેસ્ટ બોલર…

https://twitter.com/i/status/1869302042893935058

જોકે રોહિતને અશ્વિનની નિવૃત્તિવાળી પ્રેસ કૉન્ફરન્સ પછી પત્રકારો સમક્ષ જે અનુભવ થયો એ મજા પડી જાય એવો છે. એમાં તો ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના નામ પર બહુ સારી રમૂજ થઈ ગઈ.

બુધવારે બ્રિસ્બેનના ગૅબામાં વરસાદના વિઘ્નો બાદ છેવટે ત્રીજી ટેસ્ટ ડ્રૉ જાહેર થઈ ત્યાર બાદ કૅપ્ટન રોહિત પત્રકારો સમક્ષ જવાબ આપવા માટે પહોંચી ગયો હતો. અશ્વિનની નિવૃત્તિ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા, પરંતુ એક પત્રકારે જે સવાલ પૂછ્યો એનાથી રોહિત મૂંઝાઈ ગયો હતો અને છેવટે તેના જવાબથી બધા હસી પડ્યા હતા.

આ જર્નલિસ્ટે અશ્વિનની નિવૃત્તિના મુદ્દે થતી ચર્ચામાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને પણ સાંકળી લીધા હતા. પત્રકારે રોહિતને પૂછ્યું, શું પુજારા, રહાણે અને અશ્વિન હવે પછી અલગ-અલગ રોલમાં જોવા મળશે?’ આ પત્રકારનો ઇશારો પુજારા અને રહાણેની સંભવિત નિવૃત્તિ તરફ હતો, કારણકે ઘણા સમયથી તેમને બન્નેને ટીમમાં સ્થાન નથી મળતું એટલે તેઓ પણ રિટાયરમેન્ટ જાહેર કરી દેશે એવું માનવામાં આવે છે.

https://twitter.com/i/status/1869280526760292404

પત્રકારનો આશય એ હશે કે નિવૃત્તિ જાહેર કર્યા પછી હવે અશ્વિન તેમ જ પુજારા અને રહાણે અલગ-અલગ ભૂમિકામાં જોવા મળશે? જેમ કે અશ્વિનની પોતાની ક્રિકેટ ઍકેડેમી છે, જ્યારે પુજારા કૉમેન્ટરી બૉક્સમાં પહોંચી ગયો છે અને રહાણે હમણાં તો ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં કદાચ યુવા વર્ગનો મેન્ટર બનવાનો રોલ અપનાવી શકે. પહેલાં તો રોહિતેબિલકુલ’ એવું બોલીને જવાબમાં કહ્યું, અશ્વિન, પુજારા, રહાણેમાં ક્રિકેટ વિશેની બહુ સારી સમજ છે. મેદાન પર બહુ સારી ચર્ચા થતી રહેતી હતી અને તેમની સારી મદદ મળી રહેતી હતી.

હવે તેઓ આસપાસ નહીં હોય એટલે તેમની ખોટ તો વર્તાશે જ. ઇતના એક્સપિરિયન્સ હૈ ઉનકે પાસ, ઇતને મૅચિઝ ઉન્હોંને જિતાયે હૈ તો કહીં ના કહીં, અભી આપકો કિસી લેફ્ટ યા રાઇટ મેં દેખના હૈ તો યે લોગ નહીં રહેંગે.’ રોહિત બોલતા તો બોલી ગયો, પણ તેને તરત સમજાઈ ગયું કે પુજારા અને રહાણેએ હજી રિટાયરમેન્ટ નથી લીધું, માત્ર અશ્વિને જ લીધું છે.

રોહિતે તરત કહ્યું,અરે ભાઈ, ખાલી અશ્વિનને અનાઉન્સ કિયા હૈ રિટાયરમેન્ટ. તુમ લોગ મરવા દોગે મુઝે, વો દોનોં (પુજારા, રહાણે) ઍક્ટિવ હૈ ઔર કભી ભી આ સકતે હૈ પર્ફોર્મ કરકે. આપ મેરે કો મરવાઓગે, યાર. રહાણેને ઔર પુજારાને ભી રિટાયરમેન્ટ અનાઉન્સ નહીં કિયા હૈ.

આ પણ વાંચો : ગજબનો યોગાનુયોગ! બૉક્સિંગ-ડે ટેસ્ટની બન્ને હરીફ ટીમમાં સાત-સાત નવા ખેલાડી!

ભારતીય ટીમ હવે અશ્વિન વિના મેલબર્નમાં પહોંચીને પ્રૅક્ટિસ શરૂ કરશે. અશ્વિન ચેન્નઈ પાછો આવી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button