રોહિત વન-ડે કરીઅર બચાવવાના મૂડમાંઃ ઑસ્ટ્રેલિયા ` એ’ સામે રમશે

મુંબઈઃ રોહિત શર્માએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેની ટેસ્ટ-કરીઅર વિશે અટકળો થતી હતી અને તાજેતરમાં તેણે ટેસ્ટ ફૉર્મેટ છોડ્યું ત્યાર પછી હવે તેના વન-ડે રિટાયરમેન્ટનો અંત આવી રહ્યો હોવાની વાતો થવા લાગી છે, પણ તેણે ઑસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસ પહેલાં ઑસ્ટ્રેલિયા ` એ’ ટીમ વિરુદ્ધ વન-ડે રમવાની ઇચ્છા બતાવીને તેના ટીકાકારોને અને તેની કારકિર્દી વિશે શંકા કરનારાઓને સંકેત આપી દીધો છે કે તે વન-ડે ફૉર્મેટ નજીકના ભવિષ્યમાં નથી છોડવાનો.
બુધવારે આઇસીસી વન-ડે બૅટ્સમેનના નવા રૅન્કિંગમાંથી વિરાટ કોહલીની સાથે રોહિત શર્માનું નામ પણ ગાયબ થઈ ગયું એટલે કોહલીની સાથે રોહિતની નિવૃત્તિની વાતો પણ સક્રિયપણે થવા લાગી.
કોઈને પણ શંકા થાય, કારણકે જે બે દિગ્ગજો 2024માં થોડા દિવસના અંતરે ટી-20 ક્રિકેટ છોડી ચૂક્યા હોય અને પછી તાજેતરમાં એ જ પૅટર્નમાં ટેસ્ટ-ક્રિકેટ છોડે તો કોઈને પણ વન-ડેમાંથી તેમની સહિયારી વન-ડે નિવૃત્તિની શંકા થાય જ. જોકે બુધવારે થોડા જ કલાકોમાં આઇસીસીએ સુધારો કરીને પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું હતું કે રોહિત શર્મા હજી પણ વન-ડેના બૅટિંગ રૅન્કિંગમાં બીજા નંબરે છે અને કોહલી ચોથા સ્થાને જ છે.
આપણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માએ પહેરેલી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું; આટલા કરોડ છે કિંમત
ઉલ્લેખનીય છે કે નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારો ટી-20નો એશિયા કપ સપ્ટેમ્બરના અંતે પૂરો થશે ત્યાર બાદ ઑક્ટોબરની શરૂઆતમાં ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે અને ત્યાર બાદ ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયા જશે જ્યાં ત્રણ વન-ડે રમાશે જેમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના ચૅમ્પિયન-સુકાની રોહિતને જ સુકાન સોંપાશે એવી પાકી સંભાવના છે.
રોહિતની ઇચ્છા ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં સારો એવો આત્મવિશ્વાસ મેળવી લેવા માટે ભારતમાં ઑસ્ટ્રેલિયા એ' સામેની સિરીઝમાં રમવાની છે. એ શ્રેણીમાં ઇન્ડિયા
એ’ ટીમનો ઑસ્ટ્રેલિયા એ' સામે મુકાબલો થશે. સપ્ટેમ્બરમાં ભારતમાં ઑસ્ટ્રેલિયા
એ’ સામેની બે બિનસત્તાવાર ટેસ્ટ મૅચ લખનઊમાં અને ત્રણ વન-ડે મૅચની શ્રેણી કાનપુરમાં રમાશે.