સ્પોર્ટસ

જડ્ડુ, ઉસકો દાંત મત દિખા…જાડેજાને રોહિતે આવું કેમ કહ્યું?

મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં સરસાઈ મેળવવા ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ભારે રસાકસી થઈ રહી છે અને કેટલાક વિવાદો પણ થયા છે, પરંતુ એ વચ્ચે થોડી મસ્તીમજાક પણ થતી રહી છે. રવિવારના ચોથા દિવસની જ વાત કરીએ.

આ પણ વાંચો : IND VS AUS: ઑસ્ટ્રેલિયન પૂંછડિયા બેટરે ભારતીય બોલરની કસોટી કરી, ચોથા દિવસની રમત બની રસપ્રદ

https://twitter.com/i/status/1873290937021133119

કૅપ્ટન રોહિત શર્માએ લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાને મોરચા પર મૂક્યો ત્યાર બાદ એક ઓવર વખતે તેને દૂરથી કહ્યું, જડ્ડુ, ઉસકો દાંત મત દિખા…’ રોહિતની આ સલાહ સાંભળીને નજીક ઊભેલા ભારતીય ખેલાડીઓ હસી પડ્યા હતા. ભારતની જેમ ઑસ્ટ્રેલિયાનો ટૉપ-ઑર્ડર (70 રન બનાવનાર માર્નસ લાબુશેનને બાદ કરતા) પણ સારું રમવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ પૂંછડિયા બૅટર્સ ભારતને ભારે પડ્યા.

એક તબક્કે નૅથન લાયન (41 નૉટઆઉટ) અને સ્કૉટ બૉલેન્ડ (10 નૉટઆઉટ) ક્રીઝમાં હતા ત્યારે વિરાટ કોહલીએ રોહિતને પૂછ્યું કેપછીની ઓવર કોને આપીશ?’ રોહિતે જાડેજાને બોલાવીને તેને કહ્યું, યહાં સે (આ છેડા પરથી) ડાલ કે દેખ ક્યા હોતા હૈ.’ એ સાથે રોહિતે જાડેજાને તરત એવું પણ કહ્યું કેએ જડ્ડુ, દાંત મત દિખા યાર ઉસકો…’

રોહિત આવું બોલીને જાડેજાને શું કહેવા માગતો એ તો સ્પષ્ટ નહોતું થયું, પણ તે જાડેજાને એવો ઇશારો કરવા માગતો હશે કે `તું ચહેરાના કોઈ પણ પ્રકારના હાવભાવ બૅટર સામે બતાવવાનું ટાળજે.’

આ પણ વાંચો : નીતીશ કુમાર રેડ્ડીઃ ફ્લાવર નહીં, ફાયર હૈ

દરમ્યાન રવિવારે સવારે ભારતનો પ્રથમ દાવ 358/9ના સ્કોર પરથી આગળ વધ્યો હતો અને 369ના સ્કોર પર પૂરો થઈ ગયો હતો. સુપરસ્ટાર બૅટર નીતીશ કુમાર રેડ્ડીએ પોતાના 114મા રને સ્પિનર નૅથન લાયનના બૉલ પર વિકેટ ગુમાવી હતી. તે કૅચઆઉટ થયો હતો. શનિવારે તેને યાદગાર સેન્ચુરી પૂરી કરવા સુધી સાથ આપનાર મોહમ્મદ સિરાજ ચાર રને અણનમ રહ્યો હતો. કમિન્સ, બૉલેન્ડ, લાયને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યશસ્વી રનઆઉટ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button