IND vs SA 2nd Test: રોહિત શર્માએ પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડ્યો, શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત

સેન્ચ્યુરીયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીથી રમાશે. આફ્રિકન ટીમે ભારત સામે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને 32 રને જીતી હતી. કેપટાઉનમાં રમાનાર આ બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝ 1-1થી બરાબર કરવા તૈયારી કરી રહી છે. ગઈ કાલે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન દરમિયાન દરમિયાન ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત થયો હતો.
શાર્દુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે એવી ચર્ચા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સેન્ચુરિયન ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને ડાબા ખભામાં ઈજા થઈ હતી. ઈજા બાદ તેણે આરામ કર્યો હતો અને હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ભારતીય ટીમના મેડિકલ સ્ટાફે કોઈ સારવારની ભલામણ કરી નથી અને શાર્દુલ પર કોઈ સ્કેન પણ કરવામાં આવ્યું નથી. ઈજા છતાં શાર્દુલે બેટિંગ ચાલુ રાખી હતી. પ્રેક્ટિસ બાદ તે આઈસ પેક લઈને બેઠેલો જોવા મળ્યો હતો.
સેન્ચુરિયનમાં વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં માત્ર સાતથી આઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં શાર્દુલ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ અને કેએસ ભરતનો સમાવેશ થાય છે. આ દરમિયાન તમામ કોચ ત્યાં હાજર હતા.
પહેલા ટેસ્ટ મેચમાં કાગિસો રબાડાએ બંને ઇનિંગ્સમાં રોહિતને ઓછા સ્કોર પર આઉટ કર્યો હતો. રોહિત પ્રેક્ટીસ સેશનમાં પરસેવો પડી રહ્યો છે. રોહિટે ફાસ્ટ બોલર મુકેશ કુમારના બોલનો સામનો કર્યો હતો. ફિટ પરત ફરેલા રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને પણ આ જ નેટમાં પ્રેક્ટિસ કરી હતી. થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ દયાનંદ ગરાનીએ રોહિતને ઓફ સ્ટમ્પ પર બોલિંગ કરી. પ્રસીદ્ધે નેટ્સમાં કોઈ પણ બેટ્સમેનને બોલિંગ ન કરી અને લેન્થ માટે પ્રેક્ટીસ કરી.
બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં ફેરફાર થઈ શકે છે. મોટો પ્રશ્ન એ છે કે શું ટીમ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવશે? તેણે પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો અને રન પણ વધારે આપ્યા હતા. તેણે 20 ઓવરમાં 4.70ના ઈકોનોમી રેટથી 93 રન પણ આપ્યા. હવે ટીમ મેનેજમેન્ટ સમક્ષ મુકેશ કુમાર અને અવેશ ખાનનો વિકલ્પ છે. આ સિવાય પીઠ જકડાઈ જવાને કારણે પ્રથમ ટેસ્ટ ન રમી શકનાર રવીન્દ્ર જાડેજા પણ હવે ફીટ છે.