
મુંબઈઃ હિટમૅન' રોહિત શર્મા સોમવારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઈમાં આયોજિત યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ’ ઇવેન્ટમાં અભિનેતા અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના સહ-માલિક શાહરુખ ખાન સાથે વાતચીત કરી રહ્યો હતો એ ક્ષણોના વીડિયો તથા ફોટો વાઇરલ થયા છે.
રોહિત શર્મા વેકેશન પર છે, પણ આ સુવર્ણ દિવસોમાં તેને ચાહકો તરફથી બે પ્રકારના અનુભવ થયા જેમાંની એક ઘટના રવિવારે તે ફૅમિલી સાથે જામનગરથી પુત્રીના બર્થ-ડે ઉજવવા મુંબઈ પાછો આવ્યો ત્યારે થઈ અને બીજો બનાવ મુંબઈની હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટનો છે જે બાદ સોશ્યલ મીડિયામાં રોહિત-શાહરુખની વાતચીત પર ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો : મુસ્તફિઝુર 9.20 કરોડ રૂપિયામાં સાઇન થયો અને 18 દિવસમાં આખી રકમ ગુમાવી દીધી
પહેલી ઘટનામાં રોહિત (Rohit) પત્ની રિતિકા સાથે રેન્જ રૉવર કારમાં જઈ રહ્યો હતો ત્યારની હતી. કાલિના ઍરપોર્ટ ખાતેથી તેની કાર ચાલુ થઈ કે તરત જ કેટલાક છોકરાઓ કારની નજીક આવી ગયા હતા. રોહિતે તેમનું અભિવાદન ઝીલવા કારની વિન્ડો ખોલી ત્યારે છોકરાઓએ તેનો હાથ પકડી લીધો હતો. રોહિતે હાથ છોડાવીને તેમને ચેતવણી આપી હતી.
Two Legends, One Conversation, Infinite Emotions Rohit Sharma & Shah Rukh Khan Spotted Together At Reliance Foundation Event@iamsrk @ImRo45 #KING #RohitSharma #KINGTitleReveal #ShahRukhKhan #SRK #KingKhan pic.twitter.com/Hz8UVnhdl0
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) January 6, 2026
સોમવારની ઇવેન્ટમાં રોહિત અને શાહરુખ (Shahrukh) એકમેકની બાજુમાં બેઠા હતા અને વાતચીતમાં મશગુલ હતા. શાહરુખે રોહિતને કંઈક પૂછ્યું હતું અને રોહિત તેને કહી રહ્યો હતો ત્યારે શાહરુખ સંમત થઈ રહ્યો હોય એ રીતે માથું ધુણાવતો જોવા મળ્યો હતો. શાહરુખ તાળી પાડતો પણ નજરે પડ્યો હતો.
આ પણ વાંચો : મુસ્તફિઝુર 9.20 કરોડ રૂપિયામાં સાઇન થયો અને 18 દિવસમાં આખી રકમ ગુમાવી દીધી
ઉલ્લેખનીય છે કે શાહરુખની સહ-માલિકીની કેકેઆર ટીમે બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર (MUSTAFIZUR) રહમાનને તાજેતરની હરાજીમાં પોતાના સ્ક્વૉડમાં સમાવી લીધો અને બીસીસીઆઇની સૂચનાને પગલે તેને સ્ક્વૉડમાંથી કાઢી નાખવો પડ્યો એને પગલે શાહરુખ ચર્ચાસ્પદ થઈ ગયો છે. સોમવારની ઇવેન્ટમાં રોહિતને તેની સાથે ચર્ચા કરી રહેલો જોઈને (વીડિયો અને ફોટો પરથી) ચાહકોએ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે. એક ચાહકે લખ્યું છે, બે સુપરસ્ટારનું મિલન, એક ક્રિકેટનો અને બીજો સિનેમાનો.' બીજા એક ચાહકે લખ્યું, કિંગ ઑફ બૉલિવુડ અને કિંગ ઑફ ક્રિકેટનું મિલન.’



