Rohit Sharma અને Ritika Sharma ટૂંક સમયમાં જ ફેન્સને આપશે Good News?
ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા (Rohit Sharma)ની એક ઝલક જોવા કે તેના વિશે ઝીણામાં ઝીણી વિગત જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક હોય છે. હાલમાં હિટમેન રોહિત શર્મા આરામ કરી રહ્યો છે. પરંતુ તે એક એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રોહિતની સાથે તેની પત્ની રીતિકા શર્મા (Ritika Sharma) પણ જોવા મળી હતી. જોકે, આ જ એવોર્ડ ફંક્શનમાંથી સામે આવેલો રીતિકાનો વીડિયો ચર્ચાનું કારણ બન્યું છે. રીતિકાના પેટને જોઈને લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત શર્મા ટૂંક સમયમાં જ ફેન્સને ગુડ ન્યૂઝ આપી શકે છે.
આ સિવાય એવોર્ડ ફંક્શનમાં પહોંચેલી રીતિકાનું વજન પણ વધેલું જોવા મળ્યું છે અને તેની આ હાલત જોઈને તે પ્રેગ્નન્ટ છે એવી અટકળો વધારે તેજ બની છે. એક ફેને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને દાવો કર્યો છે કે રીતિકા પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં જ રોહિત શર્માને ઘરે જુનિયર હિટમેન આવશે.
આ પણ વાંચો : રોહિત અને જય શાહ વર્લ્ડ કપની ટ્રોફી સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયકના મંદિરે
જોકે, સોશિયલ મીડિયા પર સેલેબ્સને લઈને આવા દાવાઓ તો અનેક વખત કરવામાં આવ્યે છે. આવું જ કંઈક રોહિત શર્માના કેસમાં પણ છે. રોહિત શર્માએ ફરી પિતા બનવા જઈ રહ્યો છે, પણ આ મામલે રોહિત શર્માએ કે રીતિકાએ કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી. રોહિત અને રીતિકાને પહેલાઁથી જ એક દીકરી છે જેનું નામ નામ સમાયરા છે. સમાયરા છ વર્ષની છે.
ગેમની વાત કરીએ તો રોહિત શર્મા આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં જોવા મળશે. આ બાંગ્લાદેશની સામે ટીમ ઈન્ડિયે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જિતવાનું છે. હાલમાં તો ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.