રોહિત શર્માએ ચાહકોને બે હાથ જોડીને વિનંતી કરી કે…

મુંબઈ: પીઢ ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) હવે માત્ર વન-ડે ઇન્ટરનૅશનલ અને આઈપીએલમાં જ રમતો જોવા મળશે એટલે તે બાકીનો બધો સમય પરિવાર સાથે માણી રહ્યો છે અને બે દિવસ પહેલાં તે એક સ્થળે ગણેશ પૂજા (Ganesh Pooja) દરમ્યાન વ્યસ્ત હતો એનો વીડિયો વાઈરલ થયો છે.
રોહિત શર્મા જ્યારે આ ધાર્મિક સ્થળે દૂંદાળા દેવના આશીર્વાદ લેવામાં અને પૂજા વિધિમાં બિઝી હતો ત્યારે આસપાસ તેના ચાહકોના એક વર્ગમાંથી ‘ મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ની બૂમો સાંભળીને ચોંકી ગયો હતો.
વન-ડેમાં 264 રનનો વર્લ્ડ રેકૉર્ડ તેમ જ સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો વિશ્વ વિક્રમ ધરાવતો રોહિત શર્મા ખૂબ સૌમ્ય અને નમ્ર સ્વભાવનો છે. ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં તેનું નામ અચૂક લેવામાં આવે છે. તેણે ગણપતિ બાપ્પાના દર્શન કરતી વખતે ચાહકો (Fans)ના મોઢે ‘ મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ની બૂમો સાંભળીને તેમને એવું ન બોલવા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી હતી.
ભારતના મોટાભાગના ક્રિકેટરોની ઓળખ ‘ ડાઉન ટૂ અર્થ’ તરીકેની છે અને રોહિત એમાંનો એક છે.
38 વર્ષનો રોહિત હવે ઑસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે સિરીઝમાં રમતો જોવા મળશે. તે 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી વન-ડેની ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહેશે એવી તેના કરોડો ચાહકોને આશા છે.
આ પણ વાંચો…રોહિત શર્માની ચાર કરોડ રૂપિયાવાળી લંબોર્ગિની મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ!