T20 World Cup 2024સ્પોર્ટસ

Rohitતે મેસ્સીની સ્ટાઈલ કોપી કરી, ટ્રોફી આવી રીતે ઉપાડવા કોણે આપી હતી સલાહ

ટીમ ઈન્ડિયા T20 world cup 2024માં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)એ અલગ જ અંદાજમાં ટ્રોફી ઉપાડી હતી. આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જોકે રોહિત શર્માની આ સ્ટાઈલ લિયોનેલ મેસ્સી(Lionel Messi)ની FIFA વર્લ્ડ ઉપાડવા સમયના જેસ્ચરથી પ્રેરિત હતી, જોકે કુલદીપ યાદવે રોહિતને આવી રીતે ટ્રોફી ઉપાડવા સુચન કર્યું હતું.

નોંધનીય છે કે 36 વર્ષની રાહ જોયા બાદ ડિસેમ્બર 2022માં કતારમાં યોજાયેલા ફીફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીત્યું હતું, લિયોનેલ મેસ્સીએ ખિતાબ જીતવા માટે ટીમનું નેતૃત્વ કર્યું હતું. બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રોહિત શર્મા માટે એ પ્રકારની જ ક્ષણ હતી.

ફાઈનલ બાદ કુલદીપ યાદવે રોહિતને કહ્યું હતું કે ટ્રોફી કેવી રીતે ઉપાડવી. કુલદીપે તેને લિયોનેલ મેસીની સ્ટાઈલ શીખવી હતી. X પર એક વીડિયો શેર થયો છે. જેમાં કુલદીપ રોહિતને ટ્રોફી કેવી રીતે ઉપાડવી તે શીખવતો જોવા મળે છે. કુલદીપે તેને મેસ્સીની સ્ટાઈલ શીખવી હતી. રોહિત જ્યારે ટ્રોફી લેવા ગયો ત્યારે તે મેસ્સીની જેમ ધીમે ધીમે આગળ વધ્યો.

https://twitter.com/WorshipRohit/status/1807133897995772307

વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમે તેની સ્ટાઈલની મજા માણી હતી. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ ખેલાડીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. હાર્દિક પંડ્યા રડવા લાગ્યો. પરંતુ ટ્રોફી ઉંચકતી વખતે વાતાવરણ એકદમ હળવું બની ગયું હતું.

જીત બાદ ભારતના કેપ્ટન રોહિતને T20 વર્લ્ડ કપ જીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે લાગણીઓ વ્યકત કરી શક્યો ન હતો. તેના નેતૃત્વ હેઠળ ભારત બે વખત આઇસીસી ટાઇટલની નજીક પહોંચ્યું હતું, ગયા વર્ષે WTC ફાઇનલ અને ગયા નવેમ્બરમાં ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત હાર્યું, બંને વખતે ઓસ્ટ્રેલિયા સામે. 2022માં ઇંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર મળી હતી, પરંતુ ગઈ કાલે શનિવારે, ભારતે આખરે ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીતીને ચેમ્પીયન હોવાની સાબિતી આપી.

ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રોહિત અને વિરાટની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો