અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે રમાઈ રહી છે અને આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માનો ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે અને તે કોઈને ફોન બંધ રાખવાની સલાહ આપતો સંભળાય છે.
આવો જોઈએ શું છે આખો મામલો- વાત જાણે એમ છે કે મેચ પહેલાં ગઈ કાલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક પ્રેસકોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે એવું કંઈક બન્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ કોન્ફરન્સમાં રોહિતે અનેક મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને વર્લ્ડકપની ફાઈનલ મેચની તૈયારી વિશે વાત કરી રહ્યો હતો ત્યારે ઈવેન્ટ કવર કરવા આવેલા રિપોર્ટરનો ફોન વારંવાર વાગી રહ્યો હતો અને વારંવાર ફોનની રિંગ વાગતા રોહિત ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ગુસ્સામાં કહ્યું કે ફોન વોન બંધ રાખો યાર… આટલું કહ્યા બાદ ભારતીય કેપ્ટને ફરી સવાલોના જવાબ આપવાનું ફરી શરુ કર્યુ હતું.
મળી રહેલી માહિતી પ્રમાણે રોહિત શર્માની આ પ્રેસ કોન્ફરન્સ લગભગ 34 મિનિટની હતી અને આ દરમિયાન આશરે નવેક વખત મોબાઈલ ફોનની રિંગ વાગી હતી અને રોહિતે અકળાઈને આવી કમેન્ટ કરી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.