Viral Video: એવું તે શું થયું કે Rohit Sharma એ રસ્તા પર ભાગવું પડ્યું?
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પછી લોકપ્રિયતામાં બીજા નંબરે આવે છે હિટમેન રોહિત શર્મા (Rohit Sharma). ટીમ ઈન્ડિયાના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા મુંબઈના રસ્તા ભાગતો જોવા મળી રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું કે રોહિતે રસ્તા પર દોડવાનો વારો આવ્યો-
વાત જાણે એમ છે કે રોહિત શર્માની ફેનફોલોઈંગ એકદમ તગડી છે અને ફેન્સની આ ભીડથી બચવા માટે રોહિત શર્મા ભાગવા લાગ્યો હતો. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યો હતો. આ સમયે તેણે બ્લેક કલરનું ટી-શર્ટ અને પર્પલ કલરની શોર્ટ્સમાં જોવલા મળ્યો હતો. ફેન્સ રોહિતની પાછળ ભાગી રહ્યા હતા. આ તમામ ફેન્સના હાથમાં ફોન હતો અને આ બધા રોહિત સાથે સેલ્ફી લેવા માંગતા હતા. પરંતુ રોહિત આટલી ભીડ જોઈને ત્યાંથી ભાગવા લાગ્યો હતો.
જોકે, આ પહેલી વખત નથી કે હિટમેન ફેન્સ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હોય. આ પહેલાં પણ પેવેલિયન પાછા ફરતી વખતે રોહિતે ફેન્સના મોબાઈલથી સેલ્ફી ક્લિક કરીને એનો મોબાઈલ લઈને ચાલતો થઈ ગયો હતો અને બાદમાં જ્યારે ફેને ફોન પાછો માંગ્યો ત્યારે તેણે હસતાં હસતાં એ ફોન પાછો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત હાલમાં બાંગ્લા દેશ સામે ટેસ્ટ સિરીઝમાં 2-0થી જિત હાંસિલ કરી હતી. ભારતે બીજા ટેસ્ટમાં સાત વિકેટથી જિત હાંસિલ કરીને બાંગ્લાદેશનું વ્હાઈટ વોશ કરવામાં આવ્યું છે. હવે રોહિત શર્મા 16મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે.