સ્પોર્ટસ

તો શું કોહલીને પગલે રોહિત શર્મા પણ ઇન્ડિયાને કરશે બાય બાય!

ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝથી T20 વર્લ્ડ કપ જીતીને પરત ફરી ત્યારે દેશવાસીઓ ઘણા જ ખુશ થયા હતા અને બધા ખેલાડીઓનું શાનદાર સ્વાગત કર્યું હતું, પણ ત્યાર પછી એવા સમાચાર મળ્યા હતા કે બધા હતાશામાં ગરકાવ થઇ ગયા હતા. એવા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડન સ્થઆયી થવાના છે.

આ સમાચારે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. હવે એવા જ કંઇક સમાચાર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશએ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા સમાચાર ચાલી રહ્યા છે કે રોહિત શર્મા ભારત છોડી શકે છે અને અમેરિકાના ન્યૂયોર્કમાં સેટલ્ડ થઇ શકે છે. જોકે, આ સમાચારની સત્યતા વિશે કોઇ પુષ્ટિ થઇ શકી નથી.

ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા જ્યારે પરત ફરી હતી ત્યારે વેસ્ટ ઈન્ડિઝથી ભારત પરત ફર્યા બાદ વિરાટ કોહલી તેના પરિવાર સાથે સમય વિતાવવા લંડન જતો રહ્યો હતો. એ સમયે એવા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલીને સ્ટારડમથી દૂર રહેવાની ઈચ્છા હોવાથી તે હવે લંડનમાં સ્થાયી થવા જઈ રહ્યો છે. જો કે, વિરાટ લંડનમાં સ્થાયી થશે કે નહીં તેની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી, પણ આ બધી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઇ રહી છે.

હવે આપણને એવો વિચાર આવે કે રોહિત શર્મા શા માટે ભારત છોડે અને ન્યૂયોર્કમાં સેટલ થાય તો એ તો આપણે હજી સુધી કંઇ જાણતા નથી, પણ હા, એક વાત ચોક્કસ છે કે તેણે ત્યાં ક્રિકેટ એકેડેમી ખોલી છે.

જોકે, જ્યાં સુધી વિરાટ કે રોહિત શર્મા આ બાબત વિશએ સ્પષ્ટતા ના કરે ત્યાં સુધી કશું કહી શકાય નહીં કે આ બંને ક્રિકેટરો ભારત છોડવાનો વિચાર રહ્યા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button