IPL 2024સ્પોર્ટસ

IPL-2024: ભાઈ પહેલાંથી જ મારી વાટ લાગી ગઈ છે…. Rohit Sharmaએ કોને કહ્યું આવું?

IPL-2024માંથી ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indian’s Home Ground) પરની મેચ બાદ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલની મેચમાં પણ રોહિત શર્મા (Rohit Sharma)એ 68 રનની તોફાની ઈનિંગ રમી હતી, પણ છેલ્લી કેટલીક મેચમાં રોહિત શર્માની બેટ એકદમ શાંત હતી, પણ આ ગઈકાલની મેચ દરમિયાનનો રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત કેમેરામેનને જોતા જ તેને હાથ જોડીને ઓડિયો બંધ કરવાની વિનંતી કરીને કંઈક કહેતો જોવા મળે છે. આવો જોઈએ આખરે રોહિતે કેમ આવું કર્યું અને રોહિતે કેમેરામેનને શું વિનંતી કરી…

વાત જાણે એમ છે કે થોડાક દિવય પહેલાં રોહિત શર્માનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં કેકેઆર સામેની મેચ પહેલાં રોહિત શર્મા તેના જૂના મિત્ર અભિષેક નાયર (Abhishek Nair) સાથે વાત કરતો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક કેકેઆરના સપોર્ટ સ્ટાફનો એક ભાગ છે.

કેકેઆરએ રોહિત અને અભિષેક વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં રોહિત હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના આગમન બાદ (Mumbai Indian’s)માં થયેલાં ફેરફારો વિશે વાત કરી હતી. બાદમાં જોકે વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો પણ ત્યાં સુધી તો તે ખાસ્સો એવો વાઈરલ થઈ ગયો હતો.

https://twitter.com/imgchauhan45/status/1791754443651973483

હવે રોહિત શર્માનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો ગઈકાલની મેચ પહેલાંનો છે. જેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Team India’s Captain Rohit Sharma) પોતાના બીજા એક ખાસ મિત્ર ધવલ કુલકર્ણી સાથે વાત કરી રહ્યો હતો અને બરાબર એ જ સમયે કેમેરો રોહિત પર ફોકસ થાય છે. આ જોઈને રોહિતે કેમેરામેનને હાથ જોડે છે અને કહે છે કે અરે ભાઈ ઓડિયો બંધ રાખજે… ઓલરેડી એક ઓડિયોને કારણે મારી વાટ લાગી ગઈ છે…

રોહિત શર્માનું આ રિએક્શન સાંભળીને ધવલ કુલકર્ણી અને તેની સાથેનો એક મિત્ર હસવા લાગે છે અને કેમેરામેને પણ વીડિયો ઓફ કરી દીધો હતો. જોકે, આ પહેલાં વખત નથી કે આ રીતે રોહિત શર્માનો કોઈ કંઈક વાત કરતો વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલાં પણ અનેક વખત તેના આવા વીડિયો વાઈરલ થયા છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button