
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)પર કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોય તેમના સમર્થનમાં આવ્યા છે. સૌગત રોય કહે છે કે રોહિત શર્મા ટીમમાં ન હોવા જોઈએ.
આ પણ વાંચો: ‘રોહિત શર્મા જાડિયો ખેલાડી છે…’ કોંગ્રેસ નેતાની ટિપ્પણી બાદ હોબાળો, પોસ્ટ ડિલીટ કરવી પડી…
બે વર્ષમાં એક વાર સદી ફટકારે છે
સમાચાર એજન્સી અનુસાર, ટીએમસી સાંસદ સૌગત રોયે કહ્યું, “રોહિત શર્મા વિશે જે કહેવામાં આવ્યું હતું તેની સાથે હું સંપૂર્ણપણે સહમત છું. શમા મોહમ્મદે આ વાત એક દર્શક તરીકે કહી હતી નહિ કે રાજકારણી તરીકે. રોહિત શર્માને કેટલા દિવસ માટે છૂટ આપવામાં આવશે? તે બે વર્ષમાં એક વાર સદી ફટકારે છે. તેમજ રોહિત શર્મા 2, 5, 10 અને 20 રન બનાવીને આઉટ થઈ જાય છે.
રમત ગમતમાં મોડેલ નથી બનતા
સૌગત રોયે કહ્યું, રોહિત શર્માને ટીમમાં સ્થાન આપવું જોઈએ નહીં અને ન તો તેમને સરમુખત્યાર બનાવવા જોઈએ. કોંગ્રેસના નેતાએ જે કંઈ કહ્યું છે તે બિલકુલ સાચું છે. તેને વજનની બિલકુલ પરવા નથી કરતો. આ લોકો ફક્ત જાહેરાતોમાં જ મોડેલ બને છે. રમતગમતમાં મોડેલ નથી બનતા.
રોહિત શર્માને ટીમમાં સ્થાન ન મળવું જોઈએ
આ ઉપરાંત જ્યારે સૌગત રોયને પૂછવામાં આવ્યું કે તેમના મતે કોણ ખેલાડી સારું રમે છે. તો તેના જવાબમાં રોયે કહ્યું, “અત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા નવા ખેલાડીઓ આવ્યા છે. જે સારું રમી રહ્યા છે. જો ફિટનેસનો વિચાર કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે. તે હાલમાં ઈજાગ્રસ્ત છે તેથી તે રમી રહ્યો નથી. નવા છોકરાઓમાં શ્રેયસ જેવા છોકરાઓ કેપ્ટન બની શકે છે. પરંતુ રોહિત શર્માને ટીમમાં સ્થાન ન મળવું જોઈએ