
મુંબઇઃ મુંબઇ ઇન્ડિયાન્સના ખેલાડી રોહિત શર્માઆઇપીએલની મેચ દરમિયાન સ્ટમ્પ્સની પાછળ સ્લિપમાં ફિલ્ડિંગ કરે છે. ગેમ દરમિયાન ઘણી વાર તેમની કમેન્ટ સ્ટમ્પ માઇકમાં સાંભળવા મળતી હોય છે. ગઇ કાલે પણ MI vs RCBની મેચ દરમિયાન તેમની મઝેદાર કમેન્ટ સ્ટમ્પ માઇકમાં કેદ થઇ ગઇ હતી. આવો આપણે એ મજેદાર કિસ્સો જાણીએ.
ગઇ કાલે મુંબઇ ઇન્ડિયન્સે ટૉસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને પ્રથમ બેટિંગ માટે મોકલ્યા હતા. આરસીબી તરફથી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે તેમના વિકેટકીપર દિનેશ કાર્તિક આવ્યા હતા. દિનેશે આવતાની સાથે જ બોલને ઝૂડવાનું શરૂ કર્યું હતું. તેમણે તેણે 22 બોલમાં 50 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં તેમણે 5 ચોક્કા અને 4 છક્કા માર્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા સ્લિપ પોઝિશનમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. દિનેશ બોલને ઉપરાઉપરી ઝૂડી રહ્યો હતો ત્યારે રોહિત શર્મા તેની તરફ તાળીઓ પાડતો આવ્યો અને બોલ્યો, “વર્લ્ડ કપ કે સિલેક્શન કે લિયે પુશ કરના હૈ ઇસકો, શાબાશ! દિમાગ મેં ચલ રહા હૈ ઉસકે વર્લ્ડ કપ.” (ભાઇ એને વર્લ્ડ કપ માટે સિલેક્ટ થવું છે. એના મગજમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે).
રોહિત દિનેશ માટે તાળીઓ પાડતો રહ્યો અને તેને ચીડવતો રહ્યો ત્યારે વિકેટ કીપિંગ કરી રહેલા ઈશાન કિશન હસવા માંડ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છએ અને લોકો એને માણી રહ્યા છે.
નોંધનીય છે કે રોહિત શર્માને જ ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે હાર્દિક પંડ્યા તેના ડેપ્યુટી હશે.