ચાલુ મેચમાં આ કોણે રોહિત શર્માને વડાપાંવ ઓફર કર્યો? રોહિતે આપ્યો એવો જવાબ કે… વીડિયો થયો વાઈરલ

ટીમ ઈન્ડિયાનો એક્સ કેપ્ટન અને શર્માજી કા બેટા, હિટમેન જેવા હુલામણા નામે ઓળખાતો રોહિત શર્મા પીચ પર તેની કમેન્ટ્સ અને એક્સપ્રેશનને કારણે ચર્ચામાં રહેતો જ હોય છે. આવું જ કંઈક ગઈકાલે રાજસ્થાનના જયપુર ખાતે આવેલા સવાઈ માનસિંહ સ્ટેડિયમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની મેચમાં પણ જોવા મળ્યું હતું. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક ફેન રોહિત શર્માને વડાપાંવ ઓફર કરે છે અને હિટમેને તેના પર આપેલું રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ રોહિતે શું કહ્યું…
ટીમ ઈન્ડિયાનો હિટમેન રોહિત શર્માએ સાત વર્ષ બાદ આ ટ્રોફીમાં દમદાર કમબેક કર્યું હતું અને તેણે પોતાની ગેમથી આખી મેચ જ પલટી નાખી હતી. મુંબઈએ આ મેચ જિતી ગઈ હતી. જોકે, આ સમયે એક મજેદાર ઘટના પણ બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. મેચ જોવા આવેલા એક ક્રિકેટપ્રેમીએ રોહિત શર્માને વડાપાંવ ઓફર કર્યો હતો અને હિટમેને ફેનની આ કમેન્ટ પર મજેદાર રિએક્શન પણ આપ્યું હતું.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રોહિત શર્મા બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હત અને ત્યારે પ્રેક્ષકોમાંથી એક ફેને રોહિતને રોહિતભાઉં વડાપાંવ ખાઈશ કે? એવું પૂછે છે. રોહિતે આ સાંભળીને હાથ હલાવીને નકો રે બાબા એવી પ્રતિક્રિયા આપી હતી. હિટમેને હર હંમેશની જેમ ક્યુટ અને ફની રિએક્શન આપીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. જોકે, આ પહેલી વખત નથી મેચ દરમિયાન રોહિતે કોઈ એવું રિએક્શન કે એક્સપ્રેશન આપ્યા હોય. આ પહેલાં પણ ટીમના ખેલાડીઓ સાથે મજાક-મસ્તી કરતો કે પછી કેમેરામેન સાથેની તેની મસ્તી કરતાં વીડિયો વાઈરલ થયા છે અને ફેન્સને હિટમેનનો આ અંદાજ ખૂબ જ પસંદ પણ આવે છે.
વાત કરીએ મેચની તો જયપુરમાં થયેલી આ મેચમાં સિક્કીમે પહેલાં બેટિંગ કરીને 50 ઓવરમાં 236 રન કર્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા તરફથી 94 બોલમાં 155 રન બનાવ્યા હતા. જેમાં તેણે 18 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. 62 બોલમાં રોહિતે સદી ફટકારીને પોતાની ક્ષમતા પૂરવાર કરી આપી હતી. મુંબઈએ 20 ઓવર બાકી હતી અને એ જ સમયે 8 વિકેટથી આ મેચમાં વિજય હાંસિલ કર્યો હતો.
આપણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટોપ ફાઈવ બોલરોમાં બે ભારતના, સ્ટાર્ક નંબર વન બનવાની નજીક



