કૅપ્ટનને સિરીઝની અધવચ્ચે ક્યારેય મૅચમાંથી ગુમાવાય જ નહીંઃ સિદ્ધુ…
નવી દિલ્હીઃ રોહિત શર્માને ખરાબ ફૉર્મને કારણે સિડનીની છેલ્લી ટેસ્ટમાંથી આરામ’ લેવાની ફરજ પાડવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય બૅટર નવજોત સિંહે એક્સ’ પર જણાવ્યું હતું કે ક્યારેય પણ કોઈ સિરીઝની અધવચ્ચે ટીમમાંથી પડતો ન મુકાય અને પોતાને ટીમની બહાર થવાની તેને ફરજ પણ ન પડાય.’ સિદ્ધુના મતે આવું કરવાથી યુવા વર્ગમાં અને આવનારી પેઢીના ક્રિકેટર્સમાં ખોટો મૅસેજ જાય.
રોહિતના વર્તમાન સિરીઝમાં કુલ 31 રન છે. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને સુકાન સોંપાયું છે. બુમરાહના સુકાનમાં પર્થની પહેલી ટેસ્ટમાં ભારત 295 રનથી જીત્યું હતું.
આ પણ વાંચો : IND vs AUS: સેમ કોન્સ્ટાસે બુમરાહને છંછેડ્યો, બીજા બોલ પર આપ્યો સડસડતો જવાબ, જાણો શું થયું
રોહિતે 2013માં કરીઅરની પહેલી બે ટેસ્ટ ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી. સિદ્ધુના મતેકૅપ્ટનને ટીમ મૅનેજમેન્ટ તરફથી માન-સન્માન મળવું જોઈએ.
શું માર્ક ટેલર કે મોહમ્મદ અઝહરુદ્દીનને એક વર્ષ સુધી ખરાબ ફૉર્મમાં હોવા છતાં તેમને ટીમમાંથી ડ્રૉપ થતા જોયા હતા કોઈએ?’
2024માં રોહિતના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું, પરંતુ ટેસ્ટમાં તેના વળતા પાણી છે.