T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: રોહિતે હડલમાં એવું તે શું કહ્યું કે ભારતીય બોલર્સનો જોશ બમણો થઈ ગયો?

ન્યૂ યોર્ક: ભારતની પાકિસ્તાન પરની રોમાંચક અને યાદગાર જીતને હજી 24 કલાક પણ પૂરા નથી થયા એટલે સ્વાભાવિક છે કે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ફાઇનલથી પણ વિશેષ આ જીતના જશનનો ઉન્માદ હજી ઓસર્યો નહીં હોય. આ વિજયમાં ટીમના પ્રત્યેક ખેલાડીનું નાનું-મોટું યોગદાન હતું. ઈન ફેક્ટ, કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા એમાં વિશેષ જ ગણાય. તેણે ભારતની ઇનિંગ્સ (ભારતની બૅટિંગ પછી) બાદ સાથીઓને હડલમાં (મેદાન પરની મીટિંગમાં) જે કહ્યું એનાથી તેમનો ઉત્સાહ સમજો કે બમણો થઈ ગયો હતો.

વરસાદના વિઘ્ન અને ભય વચ્ચે ભારતીય ટીમ બૅટિંગ મળ્યા પછી 19 ઓવરમાં ફક્ત 119 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું એ લોએસ્ટ ટોટલ હતું. આપણા બૅટર્સ પૂરી 20 ઓવર પણ નહોતા રમી શક્યા. રિષભ પંત (31 બૉલમાં 42 રન) અને અક્ષર પટેલ (18 બૉલમાં 20 રન) પણ ફ્લૉપ ગયા હોત તો ટીમ ઇન્ડિયાનું અમેરિકામાં પાકિસ્તાન સાથેના પહેલા જ મુકાબલામાં નાક કપાઈ ગયું હોત. જોકે બન્યું એનાથી ઊલટું. ભારતીયોએ પાકિસ્તાની ટીમની વાટ લગાડી દીધી. પાકિસ્તાનનું નાખી કપાઈ ગયું. તેમને હરાવીને ભારતે હવે આ ટૂર્નામેન્ટમાં ટકવું તેમના માટે અઘરું બનાવી દીધું છે.

આ પણ વાંચો : Sachin in New York:રોહિત ઍન્ડ કંપનીના જંગ પહેલાં સચિન પણ ન્યૂ યૉર્કમાં…જાણો લિટલ ચૅમ્પિયન કોની સાથે શું રમ્યો?

રોહિતે સાથીઓને હડલમાં કહ્યું, “જો આ પિચ પર અને આ હવામાનમાં આપણી બૅટિંગ ફ્લૉપ જઈ શકે તો તેમની પણ નિષ્ફ્ળ જઈ શકે.”

મૅન ઑફ ધ મૅચ જસપ્રીત બુમરાહે (4-0-14-3) એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “અમે બેટિંગમાં ફ્લૉપ ગયા એટલે આખી ટીમ હતાશ હતી. જોકે રોહિતનો મેસેજ ક્રિસ્ટલ ક્લિયર હતો. તેણે બધાને કહ્યું… વૉટ ઇઝ નેક્સ્ટ… એ વિશે જ વિચારો. બસ, બીજું કંઈ ન વિચારો. ભયભીત થયા વિના હવે આપણા કાબૂમાં જે છે એ જ ધ્યાનમાં રાખો. આપણી વર્લ્ડ ક્લાસ બોલિંગથી આપણે જીતીશું જ.”

પાકિસ્તાને શરૂઆત સારી કરી, પરંતુ એક તબક્કે 57 રન પર તેમની માત્ર એક વિકેટ હતી અને ત્યાર પછી રોહિતની કાબિલે દાદ કેપ્ટન્સીથી ભારતીય બોલર્સે એવું આક્ર્મણ કર્યું કે પછીના 56 રનમાં તેમની બાકીની છ વિકેટ પડી હતી અને 20 ઓવરમાં 120 રનના લક્ષ્યાંક સામે તેઓ સાત વિકેટે 113 રન બનાવી શક્યા અને છ રનથી હારી ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો