અમદાવાદઃ ICC વર્લ્ડ કપ 2023 ની સૌથી મહત્વની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સતત સારા પ્રદર્શન બાદ રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ જોશમાં છે.
આજની મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. હવે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. અત્યાર સુધી ODI વર્લ્ડ કપની એક સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનના નામે હતો. તેણે 2019 વર્લ્ડ કપમાં 578 રન બનાવ્યા હતા. તે વર્ષે તેની ટીમ ફાઇનલમાં પણ ગઈ હતી, પરંતુ ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ તેમને હરાવીને ટ્રોફી કબજે કરી હતી. પરંતુ હવે રોહિત શર્મા તેનાથી આગળ નીકળી ગયો છે. આજની મેચ પહેલા રોહિત શર્માએ દસ મેચમાં 550 રન બનાવ્યા હતા, પરંતુ આ પછી તેણે સિક્સર ફટકારીને તેના 30 રન પૂરા કરતાની સાથે જ તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો હતો.
રોહિત શર્મા અને કેન વિલિયમ્સન અત્યારે ટોપ પર છે, પરંતુ આ પછી કેપ્ટન તરીકે વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દને હતા. તેમણે 2007માં વર્લ્ડ કપની સિઝનમાં 548 રન બનાવ્યા હતા. વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે કેપ્ટન તરીકે 539 રન બનાવ્યા હતા. વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે 507 રન બનાવ્યા હતા. અન્ય કોઈ કેપ્ટન વર્લ્ડ કપમાં 500થી વધુનો આંકડો પાર કરી શક્યો નથી.
Taboola Feed