સ્પોર્ટસ

વજન ઘટાડવા રોહિતે વડાપાંઉ છોડ્યું, દરરોજ એટલા કલાક ટ્રેનીંગ કરી; અભિષેક નાયરે આપી માહિતી

મુંબઈ: આ વર્ષે માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માએ આજે ઓસ્ટ્રેલીયા સામેની ODIમાં કમબેક કર્યું, પણ તેણે ચાહકોને નિરાશ કર્યા. રોહિત ફક્ત 8 રન બનાવીને આઉટ થયો. સોશિયલ મીડિયા પર રોહિતના બોડી ટ્રાંસફોર્મેશનની ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા તેણે લગભગ 11 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું. તેણે જીમમાં સઘન તાલીમ લીધી હતી.

હાલ રોહિતનું ધ્યાન ICC ODI વર્લ્ડ કપ 2027 રમવા પર છે, જેના પહેલા ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ ODI મેચની સિરીઝ તેના માટે મહત્વની છે, આ સિરીઝમાં ફિટ રહેવા તેને સખત મહેનત કરી હતી.

આ વર્ષે પરિવાર સાથે વેકેશનથી પરત ફર્યા બાદ રોહિત શર્માનો વજન ખુબ વધી ગયેલો દેખાયો હતો, જેને કારણે તેની ફિટનેસ પર સવાલો ઉભા થયા હતાં. ત્યાર બાદ તેણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે સખત ટ્રેનીંગ શરુ કરી હતી.

આ પણ વાંચો: રોહિત શર્મા ‘ન્યૂ લૂક’માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો

રોજ આટલા કલાક મેહનત કરતો:

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ODI દરમિયાન અભિષેક નાયરે રોહિતના બોડી ટ્રાંસફોર્મેશન અંગે માહિતી શેર કરી. અભિષેકે નાયરે જણાવ્યું કે રોહિતે બોડીબિલ્ડરની જેમ તાલીમ લીધી, તે દરરોજ મસલ ગ્રુપ દીઠ 700-800 રેપ્સ કરતો. ત્રણ મહિના સુધી તે દિવસમાં ત્રણ કલાક ટ્રેનીંગ કરતો. ત્યાર બાદ તે તેની ક્રિકેટ સ્કીલ પર ધ્યાન આપતો.

અભિષેક નાયરે કહ્યું, “ઘણા લોકોને આ જોઈને આશ્ચર્ય થશે. રોહિત દરરોજ ચેસ્ટ અને ટ્રાઇસેપ્સના 800 રેપ્સ કરતો. અમે દરેક સેશનને અંતે લગભગ 15 થી 20 મિનિટ ક્રોસ-ફિટ કરતો, જે વધુ કાર્ડિયો અને મૂવમેન્ટ-બેઝ્ડ છે.”

વડાપાંઉ છોડ્યું:

ટ્રેનીંગ સાથે રોહિતે ડાયટનું કડક રીતે પાલન કર્યું. રોહિતે તેના ફેવરીટ વડાપાંઉથી દુર રહ્યો હતો. અભિષેક નાયરે જણાવ્યું કે 11 કિલોગ્રામ વજન ઘટાડ્યા પછી, રોહિતની ક્વિક્નેસ અને સ્પિડમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button