T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup : રોહિતે ધોનીનો અમૂલ્ય રેકોર્ડ તોડ્યો; Hitman 600 Sixs ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો

ન્યૂ યોર્ક : રોહિત શર્મા (Rohit Sharma) અહીં બુધવારે આયરલૅન્ડ સામેની ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં બેટિંગ દરમિયાન ખભાની ઈજાને લીધે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો, પરંતુ એ પહેલાં તેણે કેટલાક કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. એટલું જ નહીં, ટીમ ઇન્ડિયાએ વિજય મેળવ્યો એ સાથે રોહિત શર્મા ટી-૨૦માં એમએસ ધોની (MS Dhoni)ના સ્થાને ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બન્યો હતો. હિટમૅન તરીકે જાણીતો રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 600 સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો જ ખેલાડી બન્યો છે.

Read More: T20 World Cup :ભારતે આયરલૅન્ડને આઠ વિકેટે હરાવીને કર્યો વિજયીઆરંભ

રોહિત શર્માને બુધવારે બેટિંગ દરમિયાન જમણા હાથ પર બૉલ વાગ્યો હતો. રિટાયર્ડ-હર્ટ થતાં પહેલાં તેણે ૩૭ બોલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી બાવન રન બનાવ્યા હતા. ભારતે ૯૭ રનનો લક્ષ્યાંક ૪૬ બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને મેળવી લીધો હતો.

રિષભ પંતે (૩૬ અણનમ, ૨૬ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) ૧૩મી ઓવરના બીજા બૉલમાં વિનિંગ સિક્સર ફટકારી એ સાથે જ રોહિત ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો હતો. ટી-૨૦ ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે ભારતને સૌથી વધુ મેચ જિતાડવાના મહેન્દ્રસિંહ ધોનીના ૭૩ મેચમાંની ૪૧ જીત (સુપર ઓવરની જીત આમાં નથી ગણાઈ)ના ભારતીય વિક્રમને રોહિતે તોડી નાખ્યો હતો. ટી-૨૦માં સૌથી સફળ ભારતીય કેપ્ટનોમાં હવે રોહિત શર્મા ૪૨ વિજય સાથે મોખરે છે.

ધોનીએ ચાર વરસ અગાઉ નિવૃત્તિ લેતાં પહેલાં કેપ્ટન તરીકે ૭૩માંથી ભારતને ૪૧ મેચ જિતાડી હતી. રોહિતના સુકાનમાં ભારત પંચાવનમાંથી ૪૨ મેચ જીત્યું છે. કેપ્ટન તરીકે ધોનીના ૫૯.૨૮ ટકાના વિનિંગ રેશિયો સામે રોહિતનો વિનિંગ રેશિયો ૭૭.૨૯ ટકા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કુલ ૪૨૭ મેચમાં કુલ ૬૦૦ છગ્ગા ફટકાર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પહેલો જ પ્લેયર છે. તેના પછી બીજા ક્રમે ક્રિસ ગેઈલ (૪૮૩ મૅચમાં ૫૫૩ સિક્સર) છે. શાહિદ આફ્રિદી (૫૨૪ મૅચમાં ૪૭૬ સિક્સર) ત્રીજા સ્થાને છે.

Read More: T20 World Cup :આયરલૅન્ડ 96 રનમાં ઑલઆઉટ, બુમરાહ-હાર્દિક-અર્શદીપના તરખાટ

રોહિતે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૪,૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે. એ સાથે, તે ત્રણેય ફોર્મેટમાં ૪,૦૦૦ રનનો જાદુઈ આંકડો પાર કરનાર વિરાટ કોહલી પછીનો વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. રોહિત શર્મા ટી-૨૦ વર્લ્ડ કપનો સૌથી જૂનો ખેલાડી છે અને તેણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ૧,૦૦૦ પૂરા કરીને કોહલીની બરાબરી પણ કરી છે.


ટી-૨૦ ઇન્ટરનેશનલના સૌથી સફળ કેપ્ટનો

(૧) બાબર આઝમ, પાકિસ્તાન, ૮૧માંથી ૪૬ મૅચમાં વિજય
(૨) બ્રાયન મસાબા, યુગાન્ડા, ૫૮માંથી ૪૪ મેચમાં વિજય
(૩) અસગર અફઘાન, અફઘાનિસ્તાન, બાવનમાંથી ૪૨ મેચમાં વિજય
(૪) રોહિત શર્મા, ભારત, પંચાવનમાંથી ૪૨ મેચમાં વિજય
(૫) ઓઇન મોર્ગન, ઇંગ્લેન્ડ, ૭૨માંથી ૪૨ મેચમાં વિજય
(૬) એમએસ ધોની, ભારત, ૭૩માંથી ૪૧ મેચમાં વિજય

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ