સ્પોર્ટસ

રોહિત શર્મા અને વિરાટ કોહલીના કમબૅક વિલંબમાં?

નવી દિલ્હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય તેમ જ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, પણ હવે વન-ડે ક્રિકેટમાં તેઓ થોડા જ સમયમાં રમતા જોવા મળે એ કદાચ સંભવ નથી. કારણ એ છે કે તેઓ હવે સીધા ઑગસ્ટમાં મેદાન પર પાછા ઊતરવાના હતા, પરંતુ બાંગ્લાદેશ (BANGLADESH) સામેની ઑગસ્ટ મહિનાની વન-ડે સિરીઝ માટે ટીમને બાંગ્લાદેશ મોકલવી કે નહીં એ બાબતમાં ક્રિકેટ બોર્ડે હજી અંતિમ નિર્ણય નથી લીધો.

શેડ્યૂલ મુજબ આગામી ઑગસ્ટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશના પ્રવાસે જવાનું છે જ્યાં ત્રણ વન-ડે (ODI) અને ત્રણ ટી-20 રમાવાની છે. જોકે બીસીસીઆઇ (BCCI)એ હજી એ ટૂર સંબંધમાં અંતિમ નિર્ણય નથી લીધો. ભારત સરકાર સાથેની ચર્ચા પછી જ બીસીસીઆઇ આખરી નિર્ણય જાહેર કરશે.

બાંગ્લાદેશમાં હાલમાં જે ચંચળ રાજકીય (political situation) પરિસ્થિતિ છે એ જોતાં તેમ જ હિન્દુઓ વિરુદ્ધ એ દેશના અમુક વર્ગોમાં જે વલણ રહ્યું છે એ જોતાં ભારતીય ટીમને બાંગ્લાદેશ મોકલવી કે નહીં એ વિશે હજી નિર્ણય નથી લેવામાં આવ્યો. બાંગ્લાદેશમાં ભારતની મૅચો મીરપુર અને ચટગાંવમાં રમાવાની છે.

જો ભારતીય ટીમને બાંગ્લાદેશ નહીં મોકલવાનું નક્કી કરવામાં આવશે તો રોહિત અને વિરાટનું મેદાન પરનું કમબૅક વિલંબમાં મુકાશે. માર્ચમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાઈ ત્યાર બાદ રોહિત અને વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યા અને માત્ર આઇપીએલમાં રમ્યા છે. તેઓ હવે બધો સમય પરિવારને આપી રહ્યા છે. વિરાટ માટે ઇંગ્લૅન્ડ ` સેક્નડ હોમ’ જેવું છે.

રોહિત અને વિરાટ 2027ના વન-ડેના વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે કે કેમ એમાં પણ શંકા છે, કારણકે એ વિશ્વ કપને હજી દોઢ વર્ષ બાકી છે અને તેઓ લગભગ 15-15 વર્ષની લાંબી કરીઅરમાં અસંખ્ય મૅચો રમ્યા બાદ હવે સંપૂર્ણ નિવૃત્તિને આરે છે.

આપણ વાંચો : ભારતની મૅચોને હજી ચાર મહિના બાકી છે, ટિકિટો અત્યારથી જ `સૉલ્ડ આઉટ’…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button