બુલેટ વેગે આવેલા બોલનો જવાબ રોહિતે પણ જોરદાર આપ્યો, વીડિયો વાઈરલ
ધર્મશાલાઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લાસ્ટ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ. ટોસ જીતીને બેટિંગમાં આવેલી ઇંગ્લેન્ડની ટીમ 57.4 ઓવરમાં પેવેલિયન ભેગી થઈ હતી. 218 રનમાં ઓલઆઉટ થયેલી ઇંગ્લેન્ડની ટીમ માટે ભારતીય બોલરની આક્રમક બોલિંગ જવાબદાર હતી. પહેલા દિવસે સસ્તામાં ઓલઆઉટ થયા પછી ભારતીય ઓપનર બીજી 30 ઓવર રમ્યા હતા.
એક વિકેટ ભારતીય ટીમે 131 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 58 બોલમાં 57 રન કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. રોહિત શર્માએ 83 બોલમાં બાવન રન કર્યા હતા. રોહિત નોટઆઉટ રહીને રમતમાં છે, પરંતુ રોહિતની આક્રમક બેટિંગનો ઇંગ્લેન્ડના ધુરંધરોને થયો હતો. આજની રમતની સૌથી રસપ્રદ બાબત તો રોહિત શર્માની સિક્સરની હતી.
ઇંગ્લેન્ડના આક્રમક બોલર માર્ક વુડની બુલેટવેગના બોલનો આક્રમકતાથી જવાબ આપીને શાનદાર સિક્સર મારીને ચર્ચામાં રહ્યો હતો. આજે સવારના ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી હતી, પરંતુ મજબૂત સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સામે પક્ષે ટીમ ઈન્ડિયાના બોલરમાં રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવના તરખાટને કારણે ઇંગ્લેન્ડનો સસ્તામાં ધબડકો થયો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં રમતમાં આવ્યા પછી ઈંગ્લેન્ડના બોલર હાવિ થવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે 104 રને યશસ્વી જયસ્વાલની વિકેટ શોહિબ બસીરે ઝડપી હતી. બસીર સાથે માર્ક વુડ, ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસને આક્રમકતા દાખવી હતી.
ભારત પર હાવિ થવાના પ્રયાસમાં ઇંગ્લેન્ડના બોલરે એક ઓવરમાં રોહિતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ હિટમેન ડગ્યા વિના આક્રમકતા દાખવી હતી. છ ચોગ્ગા અને બે સિક્સર સાથે નોટઆઉટ રહીને બાવન રન બનાવ્યા હતા, પરંતુ એક બોલમાં મારેલી સિકસરનો વીડિયો વાઈરલ થયો હતો.
માર્ક વૂડે ચોથી ઓવરમાં 151.2 કલાકના કિલોમીટરની ઝડપથી બોલ ફેંક્યો હતો, પરંતુ એની સામે એટલી ઝડપથી રોહિત શર્માએ સિક્સ મારી હતી. થર્ડ મેન પર પુલ કરીને રોહિતે સિક્સર મારી ત્યારે સૌ દંગ રહી ગયા હતા, જ્યારે ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ પણ રોહિતની સિક્સરની પ્રશંસા કરી હતી. ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સ પણ તાળી મારતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર રોહિતની લોકોએ જોરદાર પ્રશંસા કરી હતી.