સ્પોર્ટસ

યુવાઓ સાથે ફક્ત વાત કરતા રહેવાથી કાંઇ નહીં થાય, તેમને સારો માહોલ આપવો જરૂરી: રોહિત શર્મા

રાંચી: યુવા બ્રિગેડના શાનદાર પ્રદર્શનની મદદથી ઈંગ્લેન્ડને પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ટીમમાં યુવાનોને સતત સલાહની જરૂર નથી પરંતુ સારા પ્રદર્શન માટે સારો માહોલ આપવાની જરૂર છે.
પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે બંને ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજા દાવમાં અણનમ 39 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલ, આકાશ દીપ અને સરફરાઝ ખાને પણ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.
રોહિતે ચોથી ટેસ્ટ જીત્યા બાદ કહ્યું હતું કે “આ ખૂબ જ મુશ્કેલ શ્રેણી છે અને જીત્યા બાદ સારું લાગે છે.” અમારી સામે ઘણા પડકારો હતા પરંતુ અમે તેનો સારી રીતે સામનો કર્યો. આ યુવા ખેલાડીઓ સ્થાનિક ક્લબ ક્રિકેટમાંથી અહીં આવ્યા છે. તે એક મોટો પડકાર હતો પરંતુ તેણે શાનદાર પ્રદર્શન કર્યું.
તેણે કહ્યું હતું કે “અમારે તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું પડશે.” સતત સલાહ આપવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. તેઓ જાણે છે કે તેઓએ શું કરવાનું છે. જુરેલ શાંતિથી રમ્યો. પ્રથમ દાવમાં તેના 90 રન મહત્ત્વના હતા અને બીજી ઇનિંગમાં ગિલ સાથે તેણે ભાગીદારી કરી. ટીમના મહત્ત્વના ખેલાડીઓને રિપ્લેસ કરવા સરળ નથી પરંતુ આ યુવાનોએ સાં પ્રદર્શન કર્યું છે. હાર બાદ કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે તેને ટીમ પર ગર્વ છે, ખાસ કરીને બિનઅનુભવી સ્પિનરો શોએબ બશીર અને ટોમ હાર્ટલી પર. તેણે કહ્યું, તે એક સારી ટેસ્ટ મેચ હતી. ઘણા ઉતાર-ચઢાવ હતા જે સ્કોર બોર્ડ પરથી દેખાતા નથી. અમારા સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મને તેનો ગર્વ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button