Australian Open: રોહન બોપન્નાએ ઈતિહાસ રચ્યો, વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી બન્યો
ભારતીય ટેનિસ પ્લેયર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેને ક્વાર્ટર ફાઈનલ મેચ 6-4, 7-6 (7-5)થી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત પછી, રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બની ગયા છે.
ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ મેચ આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની જોડી અને રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી વચ્ચે રમાઈ હતી. રોહન બોપન્ના અને મેટ એબ્ડેને વિરોધી ખેલાડીઓ પર સતત પકડ બનાવી રાખી . મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો 6-4, 7-6 (7-5)થી પરાજય થયો હતો.
આ જીત સાથે રોહન બોપન્ના અને મેટ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. ઉપરાંત, રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે.
રોહન બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો છે. બોપન્ના 2008માં પ્રથમ વખત મેન્સ ડબલ્સ રમ્યો હતો. પરંતુ ક્યારેય ત્રીજા રાઉન્ડમાં પહોંચી શક્યો ન હતો. પરંતુ આ વખતે રોહન બોપન્નાએ શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
હાલમાં રોહન બોપન્ના 43 વર્ષના છે. બોપન્નાએ 20 વર્ષ પહેલા ટેનિસમાં ડેબ્યુ કર્યું હતું. રોહન બોપન્ના ટેનિસ કારકિર્દીમાં રેન્કિંગમાં નંબર 3 પર રહ્યો છે.