રૉબો રમ્યા ફૂટબૉલઃ ભવિષ્યમાં માનવી વિરુદ્ધ રૉબો ટીમ વચ્ચેના મુકાબલાની યોજના

બીજિંગઃ ફૂટબૉલ (FOOTBALL)માં ચીનના પુરુષો થોડા વર્ષોથી ખાસ કંઈ રોચાંચ નથી જગાવી શક્યા, પરંતુ માનવ ખેલાડી જેવા જ લાગતા ચીની રૉબોએ એઆઇ (આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલૉજીની મદદથી સૉકરપ્રેમીઓમાં મોટું એક્સાઇટમેન્ટ લાવી દીધું છે.
માનવી (HUMANOID) જેવું જ ફૂટબૉલ રમતા આ રૉબો પ્લેયર્સની ચાર ટીમ વચ્ચે શનિવારે રાત્રે બીજિંગ (BEIJING)માં કેટલીક મૅચ રમાઈ હતી જે દિલધડક રહી હતી અને પ્રેક્ષકોએ ખૂબ માણી હતી.
આપણ વાંચો: ફૂટબૉલ વર્લ્ડ કપની મૅચના મેદાન પર યુવાનનો પ્રચાર…`કૂતરા-બિલાડાને ગોળીએ દેવાનું બંધ કરો’
બીજિંગમાં થોડા જ સમયમાં વર્લ્ડ હ્યુમનોઇડ રૉબો ગેમ્સ યોજાવાની છે અને એની પૂર્વતૈયારી તરીકે આ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આ મૅચમાં તમામ રૉબો ખેલાડીઓ એઆઇ (AI) ટેક્નોલૉજીને આધારે સ્વયં સંચાલિત હતા અને એમાં કોઈ પણ રીતે તેમને માનવીની મદદ નહોતી મળી કે તેમના રમવા પર દેખરેખ પણ નહોતી રાખવી પડી.
આ સૉકર રૉબો સાથે અત્યાધુનિક વિઝ્યૂઅલ સેન્સર જોડાયેલા હતા. દરેક રૉબોએ બૉલને શોધીને વાસ્તવિક ખેલાડીની માફક સ્ફૂર્તિપૂર્વક બૉલને પોતાના કબજામાં લેવાની કોશિશ કરી હતી. જે રૉબો પડી જતો તે આપમેળે પાછો ઊભો થઈને રમવા લાગતો હતો. જોકે કેટલાક ` ઈજાગ્રસ્ત’ રૉબોને સ્ટાફ દ્વારા સ્ટ્રેચરમાં લઈ જવા પડ્યા હતા. આ દૃશ્ય વાસ્તવિક ફૂટબૉલ મૅચ જેવું જ લાગતું હતું.
આપણ વાંચો: જય શાહ ફૂટબૉલ-ફાઇનલના પ્રસંગે યુઇફાના પ્રમુખને મળ્યા
એપી/પીટીઆઇના અહેવાલ મુજબ ચીનમાં મૅરથન અને બૉક્સિંગમાં પણ રૉબોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રૉબો ખેલાડીઓ સપ્લાય કરનાર બૂસ્ટર રૉબોટિક્સ (BOOSTER ROBOTICS) નામની કંપનીના સ્થાપક ચેન્ગ હાઓના જણાવ્યા મુજબ માનવ જેવું જ વર્તન કરી શકતા રૉબોની મૂવમેન્ટની ચકાસણી માટે ખેલકૂદની હરીફાઈઓ આદર્શ માધ્યમ છે.
બની શકે કે ભવિષ્યમાં અમે રૉબોને ફૂટબૉલના મેદાન પર માનવી સામે ઉતારીશું. જોકે એ માટે અમારે સૌથી પહેલાં તો એ ચકાસવું પડશે કે રૉબો પૂર્ણપણે સુરક્ષિત છે કે નહીં.
આપણ વાંચો: ‘યુરોપમાં ક્રિકેટની મૅચો કોઈ નથી જોતું’…જાણીતા ફૂટબૉલ ખેલાડીએ આવો બફાટ કર્યો
મારો કહેવાનો અર્થ એ છે કે માનવી અને રૉબો વચ્ચેની મૅચમાં પરિણામનું કોઈ મહત્ત્વ નહીં હોય, પણ જેમ માનવીઓની ફૂટબૉલ મૅચમાં સામસામી ટક્કર થતી હોય છે અને હરીફ પ્લેયરને નીચે પાડવામાં આવતા હોય છે એવા અફેન્સિસમાં રૉબા સલામત રહે એની તકેદારી રાખવી પડશે.’
ચાર યુનિવર્સિટીની રૉબો ટીમ વચ્ચે જે મૅચ રમાઈ હતી એમાં સિન્ઘુઆ યુનિવર્સિટીની ટીમે ચાઇના ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની ટીમને 5-3થી હરાવીને ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ચીનના પુરુષો અત્યાર સુધીમાં એક જ વખત ફિફા વર્લ્ડ કપમાં રમી શક્યા છે. આવતા વર્ષે અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાનારા વિશ્વ કપ માટે ચીનની ટીમ ક્વૉલિફાય નથી થઈ શકી.