યુવરાજની કરીઅર ટૂંકાવી નાખવા માટે ઉથપ્પાએ આ દિગ્ગજને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન ઉથપ્પાએ એક સમયના વિશ્વના ટોચના ઑલરાઉન્ડર યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને કૅન્સરની બીમારીમાંથી મુક્ત થયા બાદ ટૂંકાવી નાખવા માટે વિરાટ કોહલીને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો હતો.
આ પણ વાંચો : મુશ્કેલ સમયમાં Yuzvendra Chahalને મળ્યો આ કરોડપતિ હસીનાનો સાથ…
પીટીઆઇના અહેવાલ મુજબ ઉથપ્પાએ લાલનટૉપ' પરના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે
યુવી કૅન્સરમાંથી મુક્તિ મેળવીને કરીઅર આગળ વધારવા આવ્યો ત્યારે તેણે ફિટનેસની બાબતમાં થોડી રાહત માગી હતી જે એ સમયના ભારતીય કૅપ્ટન વિરાટે નકારી કાઢી હતી.’
એમએસ ધોનીને બે વર્લ્ડ કપ ટ્રોફી (2007માં ટી-20ની અને 2011માં વન-ડેની) અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપનાર યુવરાજે 2011ના વિશ્વ કપ બાદ કૅન્સરની સારવાર શરૂ કરી હતી, પરંતુ 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ તેને (યુવીને) અવગણવામાં આવ્યો હતો અને 2019માં તેણે નિવૃત્ત થઈ જવાનો નિર્ણય લઈ લીધો હતો.
આ પણ વાંચો : ‘વિરાટ માટે હું ટીમ મેનેજમેન્ટ સાથે લડવા તૈયાર…’ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટનો બચાવ કર્યો
ઉથપ્પાએ મુલાકાતમાં કહ્યું છે કે `જ્યારે કોઈ ખેલાડી કૅન્સરને માત આપીને પાછો રમવા આવે અને તેને કૅપ્ટન એવું તેના માટે કહે કે તેના ફેફસાં નબળા પડી ગયા છે તો કહેવું જ શું! ખુદ કૅપ્ટને એ ખેલાડીને સંઘર્ષ કરી રહેલો જોયો હતો. મને આ બધુ કોઈએ કહ્યું નથી, પરંતુ હું હંમેશાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરતો હોઉં છું. યુવીએ ત્યારે ફિટનેસમાં એક પૉઇન્ટની બાદબાકી કરવાની વિનંતી કરી હતી, પણ ટીમ મૅનેજમેન્ટે એ નકારી હતી. જોકે યુવીએ ત્યારે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી અને ત્યારે થોડા સમય માટે કમબૅક કરી શક્યો હતો.’