Riyan Paragએ આ શું કરી નાખ્યું કે લોકો તેના પર આટલા ખફા છે?

IPL season-17 2024 તાજેતરમાં પૂરી થઈ. આ સિઝનમાં KKRએ ટ્રોફી જીતી છે. IPLની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિયાન વર્લ્ડ કપ માટે રમે તેવી સંભાવના પણ છે, પણ બધા વચ્ચે ક્રિકેટરને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને આનું કારણ આઈપીએલ ખતમ થયા બાદ રિયાન ને કંઈક એવું કર્યું છે, જેના પછી તેના પર લોકોએ રોષ વરસાવ્યો. થયું એવું કે
રિયાને રવિવારે ગેમિંગ સેશનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. આ દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી. રેયાન લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કૉપી-ફ્રી મ્યુઝિક શોધી રહ્યો હતો. આ સમય દરમિયાન તેની ગૂગલ સર્ચ હિસ્ટ્રી જાહેર થઈ ગઈ. બસ આ એક ભૂલ તેને ભારે પડી. યુટ્યુબ પર સર્ચ કરતી વખતે રેયાન પોતાની સ્ક્રીન છુપાવવાનું ભૂલી ગયો હતો. જે બાદ તેની સર્ચ હિસ્ટ્રી લીક થઈ ગઈ. લોકોએ તેમના સર્ચ લિસ્ટમાં સારા અલી ખાન હોટ અને અનન્યા પાંડે હોટ લખેલી જોઈ. જે બાદ રેયાનને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો રેયાનના લાઈવ સેશનના ફોટોઝ ક્લિક અને શેર કરી રહ્યા છે. એકે લખ્યું- સાવધાન રહો, સાવધાન રહો. જ્યારે બીજાએ લખ્યું- રિયાન પરાગની સર્ચ હિસ્ટ્રી હોટ છે.
રિયાન પરાગે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ક્રમનો ખેલાડી હતો. 15 મેચની 14 ઇનિંગ્સમાં બેટિંગ કરતા પરાગે 52.09ની એવરેજ અને 149.22ની સ્ટ્રાઇક રેટથી 573 રન બનાવ્યા હતા. પરાગે 40 ચોગ્ગા અને 33 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 4 અડધી સદી ફટકારી હતી. પરંતુ હવે લોકો તેની સર્ચ હિસ્ટ્રી જોઈને તેને ટ્રોલ કરી રહ્યા છે, પણ સારા કે અનન્યાએ આ મામલે હજુ કોઈ રિએક્શન આપ્યું નથી.