
Indian Cricketer Ravnidra Jadeja અને પત્ની Rivaba અત્યારે સોશિયલ મીડિયા પર એકદમ ટ્રેન્ડમાં આવી ગયા છે અને આનું કારણ છે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ આપેલો એક ઈન્ટરવ્યુ. આ ઈન્ટરવ્યુને કારણે રવિન્દ્ર જાડેજા, રિવાબા જાડેજા અને અનિરુદ્ધ જાડેજા વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બની ગયા છે.
આ ઈન્ટરવ્યુ વાઈરલ થયા બાદ રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાના સપોર્ટમાં આવ્યા હતા અને પિતાના ઈન્ટરવ્યુને વાહિયાત અને બકવાસ ગણાવ્યો હતો. હવે રિવાબા સસરા અનિરૂદ્ધ જાડેજા પર ગુસ્સે ભરાયા છે અને તેમણે પણ હવે પોતાની પ્રતિક્રિયા આપી છે. આવો જોઈએ શું કહ્યું રિવાબાએ…
વાત જાણે એમ છે કે એક ઈવેન્ટમાં પત્રકારે રિવાબાને સસરા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો વિશે પૂછ્યું હતું. રિવાબાએ આ સવાલ સાંભળીને જે પ્રતિક્રિયા આપી છે તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે પહેલાં તો રિવાબા સવાલ ધ્યાનથી સાંભળે છે અને પછી જવાબ આપતા કહે છે કે અત્યારે આપણે અહીં શેના માટે એકઠા થયા છીએ? તમે આ સવાલ માટે મને અંગત રીતે સંપર્ક કરી શકો છો અને હું ચોક્કસ જ તમને એનો જવાબ પણ આપીશ.
પરંતુ તેમના આ જવાબમાં સસરા અનિરુદ્ધ વિરૂદ્ધનો ગુસ્સો સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિવાબા જામનગરના વિધાનસભ્ય છે અને તેઓ રાજકારણમાં ખૂબ જ એક્ટિવ છે. અનિરુદ્ધ જાડેજા દ્વારા રિવાબા પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને એના જવાબમાં રવિન્દ્ર જાડેજાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કહેવા માટે તો મારી પાસે ઘણું બધું છે, પરંતુ હું આ રીતે જાહેરમાં કંઈ જ કહેવા માંગતો નથી.