સ્પોર્ટસ

ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે ફટકારી પોતાની પ્રથમ ટી-૨૦ સદી

ગુવાહાટી: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે તેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી મેચમા ૫૨ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગ્સની મદદથી ભારતે ૨૨૨ રન ફટકાર્યા હતા. તે ઓસ્ટ્રેલિયા સામે ટી- ૨૦ ફોર્મટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.

ગાયકવાડે શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી. બાદમાં તેણે આક્રમક બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે સૂર્યકુમાર યાદવ (૩૯) સાથે ત્રીજી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે તિલક વર્મા સાથે ચોથી વિકેટ માટે ૫૯ બોલમાં ૧૫૧ રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ગાયકવાડ હવે ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે ગાયકવાડ હવે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ભારત માટે સદી ફટકારનાર ૯મો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા સુરેશ રૈના (૧), રોહિત શર્મા (૪), કેએલ રાહુલ (૨), દીપક હુડા (૧), સૂર્યકુમાર યાદવ (૩), વિરાટ કોહલી (૧), શુભમન ગિલ (૧) અને યશસ્વી જયસ્વાલે (૧) ફોર્મેટમાં સદી ફટકારી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button