સ્પોર્ટસ

રોહિતની પત્ની રિતિકાએ મુંબઈના બિલ્ડિંગમાં આટલા કરોડ રૂપિયામાં બીજો આલીશાન ફ્લૅટ ખરીદ્યો

મુંબઈઃ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા (Ritika)એ મુંબઈમાં 26.30 કરોડ રૂપિયામાં આલીશાન ફ્લૅટ (Flat) ખરીદ્યો છે. તેમના આ નવા ઘરનો કાર્પેટ એરિયા 2,760.40 સ્ક્વેર ફૂટ છે.

શર્મા-દંપતીએ પ્રભાદેવી (Prabhadevi)ના આહુજા ટાવર્સમાં આ ફ્લૅટ ખરીદ્યો છે જેના દસ્તાવેજો પર ડિસેમ્બર, 2025માં સહીસિક્કા થઈ ગયા હતા. આ ફ્લૅટ સાથે રોહિત-રિતિકાએ ત્રણ કાર-પાર્કિંગ સ્પેસ પણ ખરીદ્યા છે. એક અહેવાલ અનુસાર તેમણે આ ફ્લૅટ અજિંક્ય ડી. વાય. પાટીલ અને પૂજા અજિંક્ય પાટીલ પાસેથી ખરીદ્યો છે.

એક અહેવાલ મુજબ રોહિત-રિતિકાએ જે ફ્લૅટ ખરીદ્યો એ જ બિલ્ડિંગમાં તેમનો એક ફ્લૅટ પણ છે. 29મા માળ પરના ફ્લૅટનું મૂલ્ય 30 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. એ ફ્લૅટમાંથી અરબી સમુદ્રનો 270 ડિગ્રી વ્યૂ જોવા મળે છે.

રોહિતે લોઅર પરેલમાં પોતાની જે પ્રોપર્ટી છે એ જાન્યુઆરી, 2025માં ભાડા પર આપી હતી. એના પર તેને મહિને 2.60 લાખ રૂપિયાનું ભાડું મળે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button