સ્પોર્ટસ

શૉકિંગ ન્યૂઝ: રિષભ પંતને ત્રણ વાર બૉલ વાગ્યો, બૅટિંગ છોડવી પડી

બેંગ્લૂરુ: ભારતનો વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંત ઇન્જરી-પ્રોન ખેલાડી છે અને આજે તે ફરી એકવાર ઇજા (injury) પામતાં આવતા અઠવાડિયે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ રમનાર ભારતની ટેસ્ટ ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે.

બેંગ્લૂરુમાં સાઉથ આફ્રિકા-એ સામે બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમતા ઇન્ડિયા-એના કેપ્ટન પંતે (Pant) બીજા દાવમાં બૅટિંગ (BATTING) દરમ્યાન 17 રનના તેના સ્કોર પર ઇન્જરીને લીધે રિટાયર-હર્ટ થવું પડ્યું હતું.

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ત્સેપો મૉરેકીની બોલિંગમાં ત્રણ વખત પંતને શરીર પર તેમ જ ખાસ કરીને હેલ્મેટ પર બૉલ વાગ્યો હતો. પંત તો હજી પણ બૅટિંગ ચાલુ રાખવા માગતો હતો, પરંતુ ઇન્ડિયા-એ ટીમના કોચ ઋષિકેશ કાનિટકર અને ફિઝિયોથેરોપિસ્ટે પંતને પાછા આવી જવા દબાણ કર્યું હતું એટલે તે પાછો આવી ગયો હતો.

ચાર દિવસની આ મૅચમાં ઇન્ડિયા-એના 255 રન સામે આફ્રિકા-એ ટીમ 221 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં પંતની ટીમે પ્રવાસી ટીમ સામેની સરસાઈ વધારીને 200 રન કરી દીધી હતી.

આ પણ વાંચો…એક ધારણા સાચી પડી, રિષભ પંતનું ટીમમાં કમબૅકઃ બીજું અનુમાન ખોટું પડ્યું, શમીની ફરી બાદબાકી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button