સ્પોર્ટસ

ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિતે આપ્યા આવા સંકેત

બેંગલુરુમાં ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે કારમી હાર મળ્યા બાદ ભારત(IND vs NZ 1st Test)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ પુણેમાં 24થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે. એવામ ભારતનો સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંત(Rishabh Pant) ટીમમાં રમશે એ નક્કી નથી. પંતે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં વિકેટકીપિંગ છોડી દીધી હતી અને ઘૂંટણની ઈજાને કારણે આરામ આપવામાં આવ્યો હતો.

| Also Read: ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટરોને ભારતમાં આટલી ટેસ્ટ બાદ જીતવા મળ્યું…

પંતને ગુરુવારે ફિલ્ડિંગ કરતી વખતે ઘૂંટણમાં ઈજા થતા ધ્રુવ જુરેલે તેની અવેજીમાં વિકેટકીપિંગ કર્યું હતું. બીસીસીઆઈની મેડિકલ ટીમે, સાવચેતીના પગલા લેતા પંતને ત્રીજા દિવસે આરામ કરવા વિનંતી કરી, પરંતુ પંત રવિવારે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો હતો અને 99 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિવારે મેચ પછીની કોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મેનેજમેન્ટે પંત પ્રત્યે વધારે સાવચેતી રાખવી પડશે, કારણ કે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, કાર અકસ્માતને પગલે 2023માં તેના એ જ ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

| Also Read: ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ રણજીની નવી સીઝનમાં જીતવાનું શરૂ કર્યું

કેપ્ટન રોહિતે કહ્યું, “તેના ઘૂંટણ પર ઘણી નાની સર્જરીઓ અને એક મોટી સર્જરી થઈ છે અને છેલ્લા દોઢ વર્ષમાં તે ઘણી સમસ્યામાંથી પસાર થયો હતો. તેથી પંત વિષે વધારે સાવચેત રહેવાની જરૂર છે.”

અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્ટર્સ કમિટીએ પંતના સમાવેશ અંગેનો નિર્ણય હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન પર છોડી દીધો છે.

| Also Read: કિવી મહિલા ક્રિકેટરનાં એક હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી અને બીજાં હાથમાં ચિલ્ડ બિયરનું કૅન…

રોહિતે વધુમાં કહ્યું કે “જ્યારે તમે કીપિંગ કરો છો, ત્યારે તમારે દરેક બોલને પકડવા તમારા પગને વાળવો પડે છે. અમને લાગે છે પંતે આરામ કરવો જોઈએ અને પછી આગામી મેચ માટે 100 ટકા તૈયાર રહેવું જોઈએ. જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ તે આરામથી દોડી શકતો ન હતો. તે ફક્ત બાઉન્ડ્રી ફટકારવા પર જ પ્રયાસ કરી રહ્યો હતો.”

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ માટે ઑસ્ટ્રેલિયા જશે, જ્યાં પંતની હાજરીની મહત્વની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button