સ્પોર્ટસ

રિષભ પંત એક જ ટેસ્ટ રમીને ફરી ટોપ સિક્સ રેન્કિંગમાં…

કાનપુર: વિકેટકીપર રિષભ પંત લગભગ સવા છસો દિવસ બાદ ફરી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે અને એક જ ટેસ્ટના પર્ફોર્મન્સ સાથે ટેસ્ટ રેન્કિંગના ટોપ સિક્સમાં તેણે ફરી સ્થાન મેળવી લીધું છે.

આ પણ વાંચો : ‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે હો ચારોં તરફ’…રિષભ પંતની આ કમેન્ટ થઈ વાઇરલ

પંતે તાજેતરમાં બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં સેન્ચુરી (109 રન) ફટકારી હતી અને આ પર્ફોર્મન્સે રેન્કિંગના પહેલા છ સ્થાનમાં તેને લાવી દીધો છે.

આ તેની છઠ્ઠી ટેસ્ટ સેન્ચુરી હતી.

ભારતે તેના તેમ જ ખાસ કરીને રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ 280 રનથી જીતી લીધી હતી. બીજી ટેસ્ટ શુક્રવારથી કાનપુરમાં રમાશે.

આ પણ વાંચો : રોહિત શર્મા કોને ગુરુ માને છે? રિષભ પંત હંમેશાં કોને ફૉલો કરે છે?

યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાનો પ્રભાત જયસૂર્યા પણ રેન્કિંગમાં આગળ આવ્યા છે. ખાસ કરીને યશસ્વી છઠ્ઠા પરથી પાંચમાં નંબરે આવી ગયો છે.

જોકે રોહિત શર્મા નીચે ઉતર્યો છે. તે પાંચમા પરથી છેક દસમા સ્થાને જતો રહ્યો છે.

આ પણ વાંચો : કોણ છે રિષભ પંતની રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ?

ટેસ્ટ બેટર્સના આ લિસ્ટમાં જો રૂટ પહેલા સ્થાને, કેન વિલિયમસન બીજા સ્થાને, ડેરિલ મિચલ ત્રીજા અને સ્ટીવ સ્મિથ ચોથા નંબરે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button