આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

રિષભ પંતને પોતાનો જ નિર્ણય ભારે પડ્યો અને થઈ ગયો…

પુણે: વિકેટકીપર રિષભ પંત ગયા અઠવાડિયે બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં માત્ર 20 રન બનાવીને આઉટ થયો અને એ મૅચમાં લગભગ એ તબક્કે જ ભારતનો પરાજય નિશ્ર્ચિત થઈ ગયો હતો અને કિવીઓ 36 વર્ષે પહેલી વાર ભારતમાં ટેસ્ટ જીતવામાં સફળ થયા. હવે શનિવારે એવું જાણે બીજી રીતે પુનરાવર્તન થયું જેમાં રિષભ પંત હાર માટે એક રીતે જવાબદાર કહી શકાય. આ દાવમાં તે શૂન્યમાં આઉટ થયો. આઉટ તો થયો, પણ કેવી રીતે! કટોકટીના સમયે પોતાની જ ભૂલને લીધે રનઆઉટ થઈ ગયો.

આ પણ વાંચો : Team India સાથે ચીટિંગ કરી Rishabh Pantએ? વિશ્વાસ ના થાય તો Video જોઈ લો…

જીતવા માટે 359 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલા ભારતની 23મી ઓવરમાં સ્કોર ત્રણ વિકેટે 127 રન હતો. રોહિત શર્મા બાદ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ આઉટ થયા પછી વિરાટ કોહલીની સાથે રિષભ પંતની મોટી ભાગીદારી થશે એવી આશા હતી, પરંતુ યશસ્વીએ વિકેટ ગુમાવી એ બાદ એ જ ટીમ-સ્કોર (127) પર પંત રનઆઉટ થઈ ગયો હતો. તે ફક્ત ત્રણ જ બૉલ સુધી ક્રીઝ પર ટકયો હતો.

સ્પિનર ઍજાઝ પટેલના લેન્ગ્થ બૉલને કોહલીએ બૅકવર્ડ પૉઇન્ટ તરફ મોકલ્યો હતો. કોહલીએ તરત જ બૉલ તરફ જોતા રહીને સિંગલ દોડવાની શરૂઆત કરી દીધી હતી. શરૂઆતમાં તો તે ખચકાટ અનુભવતો હતો, પણ તેણે જોયું કે પંત લગભગ અડધે સુધી આવી ગયો છે એટલે તે (કોહલી) સામા છેડે દોડી ગયો અને ક્રીઝમાં પહોંચી ગયો હતો. આ બાજુ, પંત ક્રીઝમાં પહોંચે એ પહેલાં જ મિચલ સૅન્ટનરે બૉલ કલેક્ટ કરીને વિકેટકીપર ટૉમ બ્લન્ડેલને આપ્યો હતો જેણે જોત જોતામાં પંતને રનઆઉટ કરી દીધો હતો. પંત ત્યારે ક્રીઝથી ઘણો દૂર હતો.

આ પણ વાંચો : રિષભ પંતે હરીફોની છાવણીમાં ઘૂસીને તેમનો પ્લાન સાંભળી લીધો અને પછી…

પંત અને કોહલી, બન્નેના ચહેરા પર ભારે હતાશા હતી. પંતને ખૂબ અફસોસ હતો અને નિરાશ ચહેરા સાથે પૅવિલિયન તરફ ચાલવા લાગ્યો હતો.

રન દોડવા માટેનો શરૂઆતનો કૉલ કોહલીએ આપ્યો હતો, પણ રિપ્લે જોયા બાદ કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિકે કહ્યું, ‘આ રીતે રન દોડવામાં હંમેશાં નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના બૅટરનો જ અંતિમ નિર્ણય હોય છે.’

કાર્તિકની બાજુમાં બેઠેલા ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સાયમન ડુલે કહ્યું, ‘ફીલ્ડર ક્યાં ગોઠવવામાં આવ્યા છે એ વિશેની જાગૃતિ અને પૂરી જાણકારી ન હોય ત્યારે જ આવા રનઆઉટ થતા હોય છે.’

આ પણ વાંચો : ઋષભ પંત માટે હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટને આપ્યું નિવેદન, શાંત રહેવાની જરુરિયાત…

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker