સ્પોર્ટસ

પહેલી વન-ડે પહેલાં જ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ખેલાડી ઈજાને લીધે સિરીઝની બહાર

વડોદરા: ટીમ ઇન્ડિયાની ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ (series)ની શરૂઆતની તૈયારી થઈ રહી હતી ત્યાં ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ઈજાને લીધે સિરીઝની બહાર થઈ ગયો છે.

રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલ (Jurel)ને 15 ખેલાડીઓના સ્કવોડમાં સમાવવામાં આવ્યો છે. જોકે ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન કે. એલ. રાહુલનો પણ સમાવેશ પહેલેથી જ છે. જુરેલ હજી સુધી એક પણ વન-ડે નથી રમ્યો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી સાતમાંથી છ ઇનિંગ્સમાં 50-પ્લસ રન કર્યા હતા.

રિષભ પંત (Pant)ને શનિવારે પ્રેક્ટિસ દરમ્યાન કમરના સ્નાયુઓમાં તેમ જ પેડુમાં દુખાવો શરૂ થતા તેણે છેવટે આ શ્રેણીમાં ન રમવાનું નક્કી કર્યું હતું.

તાજેતરમાં જ રિષભ પંતની કેપ્ટન્સીમાં દિલ્હીની ટીમે વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટની ક્વૉટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો…રવિવારથી ફરી રો-કોની આતશબાજી જોવા તૈયાર થઈ જાઓ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button