ઋષભ પંત માટે હવે ઓસ્ટ્રેલિયન કેપ્ટને આપ્યું નિવેદન, શાંત રહેવાની જરુરિયાત…
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતવાના ભારતના અભિયાનમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ‘મોટો પ્રભાવ’ રહ્યો છે અને તે આ વર્ષના અંતમાં યોજાનારી પાંચ ટેસ્ટની સીરિઝમાં વિકેટકીપર બેટ્સમેનને ‘શાંત’ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : Team India સાથે ચીટિંગ કરી Rishabh Pantએ? વિશ્વાસ ના થાય તો Video જોઈ લો…
26 વર્ષીય પંતે 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં એક ભયાનક કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ ટેસ્ટ ક્રિકેટમાં અદભૂત વાપસી કરી હતી. તેણે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.
કમિન્સે કહ્યું હતું કે, તે એક એવો ખેલાડી છે જેણે છેલ્લી કેટલીક શ્રેણીમાં ખૂબ સારુ પ્રદર્શન કર્યું છે અને અમારે તેને શાંત રાખવાનો પ્રયાસ કરવો પડશે.” પંતે ઓસ્ટ્રેલિયા સામેની તેની છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. દરમિયાન પંતે 12 ઇનિંગ્સમાં 62.40ની સરેરાશથી 624 રન કર્યા હતા જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 159 રન હતો.
તેણે 2021માં ગાબા ખાતે બીજી ઈનિંગમાં અણનમ 89 રન કર્યા હતા અને 32 વર્ષમાં આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની પ્રથમ હાર સુનિશ્ચિત કરી હતી અને ભારતને 2-1થી શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 31 વર્ષીય ફાસ્ટ બોલરે પંતના આક્રમક વલણની તુલના તેના સાથી ખેલાડીઓ ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ સાથે કરી હતી.
કમિન્સે કહ્યું હતું, “દરેક ટીમમાં એક કે બે ખેલાડી એવા છે જે મેચનું પાસુ પલટી શકે છે. અમારી પાસે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ જેવા ખેલાડીઓ છે. મને લાગે છે કે આ ખેલાડીઓ સાથે તેઓ આક્રમક બનશે. જો તમે થોડું પણ ચૂકી જશો છો તો તેઓ તેના માટે તૈયાર હશે. ઑસ્ટ્રેલિયા 2014-15 પછી ભારત સામેની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. પાંચ મેચોની શ્રેણીની શરૂઆત 22 નવેમ્બરે પર્થ ટેસ્ટથી થશે.