ઇન્ટરનેશનલસ્પોર્ટસ

રિષભ પંતે ટેસ્ટ રૅન્કિંગમાં કોહલીને ઓવરટેક કરી લીધો…

કુલદીપને એક સ્થાનનો ફાયદો: બુમરાહ અને અશ્વિન હજીયે ટોચના બે બોલર

દુબઈ: વિકેટકીપર-બૅટર રિષભ પંતે આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં સાથી-બૅટર વિરાટ કોહલીને ઓવરટેક કરી લીધો છે. પંત છઠ્ઠા સ્થાને છે, જ્યારે કોહલી આઠમા નંબરે છે. પંત ત્રણ સ્થાન ઉપર આવ્યો છે અને તેના ખાતે 745 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે કોહલીના નામે 720 પૉઇન્ટ છે. બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં પંતે 99 રન બનાવ્યા હતા. કોહલી પ્રથમ દાવમાં શૂન્યમાં આઉટ થયા બાદ બીજા દાવમાં 70 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો : ઓહ નો! રિષભ પંતે ફક્ત આટલા માટે સેન્ચુરી ગુમાવી

ઇંગ્લૅન્ડનો જૉ રૂટ બૅટર્સના લિસ્ટમાં 917 પૉઇન્ટ સાથે મોખરે છે. કેન વિલિયમસન ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો અને ગુરુવાર, 24મી ઑક્ટોબરે પુણેમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં પણ નથી રમવાનો એમ છતાં તે રૅન્કિંગમાં 821 પૉઇન્ટ સાથે બીજા નંબર પર જ છે. પાકિસ્તાન સામે તાજેતરમાં ટ્રિપલ સેન્ચુરી (317 રન) ફટકારનાર ઇંગ્લૅન્ડનો હૅરી બ્રૂક 803 પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ લિસ્ટમાં યશસ્વી જયસ્વાલ (780) આ રૅન્કિંગમાં ભારતીયોમાં અવ્વલ છે.

ટેસ્ટ-ક્રિકેટમાં સાત મહિને કમબૅક કરનાર લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ફક્ત ત્રણ વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તેણે ટેસ્ટ બોલર્સ રૅન્કિંગમાં એક સ્થાનનો સુધારો કર્યો છે અને 668 રેટિંગ પૉઇન્ટ સાથે હવે 15મા નંબરે છે.

આ પણ વાંચો : સરફરાઝ ગુસ્સે થયો રિષભ પંત પર, જાણો શા માટે…

29 વર્ષનો કુલદીપ આ પહેલાં માર્ચમાં ધરમશાલામાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં રમ્યો હતો. તેણે કુલ 13 ટેસ્ટમાં 56 વિકેટ લીધી છે.

કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ બે સ્થાનનો જમ્પ માર્યો છે. બેન્ગલૂરુ ટેસ્ટમાં તેણે કુલ આઠ વિકેટ લીધી હતી અને હવે રૅન્કિંગના ટૉપ-ટેનમાં આવી ગયો છે. તેની પાસે 751 રેટિંગ પૉઇન્ટ છે અને નવમી રૅન્ક પર છે.

આ પણ વાંચો : ‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે હો ચારોં તરફ’…રિષભ પંતની આ કમેન્ટ થઈ વાઇરલ

જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્ર્વિનનો પર્ફોર્મન્સ બેન્ગલૂરુમાં કિવીઓ સામેની પ્રથમ ટેસ્ટમાં જોઈએ એટલો સારો નહોતો એમ છતાં ટેસ્ટના બોલર્સના રૅન્કિંગમાં તેમણે અનુક્રમે નંબર-વન અને નંબર-ટૂની રૅન્ક જાળવી રાખી છે. બુમરાહના ખાતે 879 અને અશ્ર્વિનના ખાતે 869 પૉઇન્ટ છે.

રવીન્દ્ર જાડેજાનો દેખાવ પણ બેન્ગલૂરુમાં સાધારણ હતો અને તેણે ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં નંબર-વન રૅન્ક સાચવી રાખી છે.

આ પણ વાંચો : રોહિત શર્મા કોને ગુરુ માને છે? રિષભ પંત હંમેશાં કોને ફૉલો કરે છે?

ઑલરાઉન્ડર્સના લિસ્ટમાં અશ્ર્વિન બીજા નંબરે હતો અને હજી પણ એ જ ક્રમે છે. જાડેજાના નામે 468 અને અશ્ર્વિનના નામે 358 પૉઇન્ટ છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker