IPL 2024સ્પોર્ટસ

રિષભ પંતે બૅટિંગ આપવાની ભૂલ કરી અને હેડ-અભિષેકે છગ્ગા-ચોકકાનો વરસાદ વરસાવ્યો

જોકે કુલદીપ યાદવે ટોચના ત્રણેય બૅટરની વિકેટ લઈને ટીમ-સ્કોરના નવા રેકૉર્ડનો ડર કઢાવી આપ્યો

નવી દિલ્હી: સનરાઇઝર્સ હૈદરાબાદે શનિવારે પાટનગર દિલ્હીમાં યજમાન દિલ્હી કૅપિટલ્સની ટીમ અને એના અસંખ્ય ચાહકોને બેફામ ફટકાબાજી કરીને ધ્રુજાવી દીધા હતા. હૈદરાબાદે સાત વિકેટે 266 રન બનાવીને દિલ્હીને 267નો લક્ષ્યાંક આપ્યો હતો.

હૈદરાબાદની ટીમ આ સીઝનમાં ટીમ-સ્કોરના બે વિક્રમ (277 રન અને પછી 287) નોંધાવી ચૂકી હોવા છતાં દિલ્હીના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીત્યા પછી પૅટ કમિન્સની ટીમને પહેલા બૅટિંગ કરવાનું આમંત્રણ આપવાની ભૂલ કરી હતી. ટ્રેવિસ હેડ (89 રન, 32 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) અને અભિષેક શર્મા (46 રન, 12 બૉલ, છ સિક્સર, બે ફોર)ની જોડીએ જોરદાર આતશબાજી કરી હતી. તેમણે દિલ્હીના દરેક બૉલરની બોલિંગમાં ધુલાઈ કરી હતી અને બૉલને ચારેય દિશામાં મોકલ્યા હતા.

આઇપીએલની આ સીઝનમાં ઓપનિંગ પાર્ટનરશિપનો 134 રનનો વિક્રમ શુક્રવારે જ બન્યો હતો, પરંતુ એ રેકૉર્ડ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. શુક્રવારે લખનઊમાં એલએસજીના કૅપ્ટન રાહુલ અને ડિકૉક વચ્ચે 134 રનની ભાગીદારી થઈ હતી. જોકે દિલ્હીમાં હૈદરાબાદે 131મા રને અભિષેકની પહેલી વિકેટ ગુમાવતાં ભાગીદારીનો વિક્રમ નહોતો તૂટી શક્યો. જોકે પાવરપ્લેમાં વિના વિકેટે 125 રન બનાવવાનો રેકૉર્ડ રચાયો હતો. એ સાથે, 105 રનનો વિક્રમ તૂટ્યો હતો.

હૈદરાબાદની ટીમે દિલ્હીની ધરા પર હાહાકાર મચાવ્યો હતો, પણ દિલ્હીનો લેફ્ટ-આર્મ રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ (4-0-55-4) ત્રાટક્યો હતો અને તેણે વારાફરતી ત્રણ વિકેટ લઈને હૈદરાબાદના રથને કાબૂમાં લીધો હતો. અક્ષર પટેલે અભિષેક અને માર્કરમનો શાનદાર કૅચ પકડ્યો હતા. હેડે 50 રન 16 બૉલમાં બનાવ્યા હતા. હૈદરાબાદના પહેલા 100 રન 30 બૉલમાં, 150 રન 8.4 ઓવરમાં બન્યા હતા.

કુલદીપે અભિષેક તેમ જ માર્કરમ (એક રન) અને ટ્રેવિસ હેડની વિકેટ લીધી હતી. ત્યાર બાદ હૈદરાબાદનું રનમશીન ધીમું પડી ગયું હતું, પણ શાહબાઝ અહમદ (59 અણનમ, 29 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) તેમ જ નીતિશ રેડ્ડી (37 રન, 27 બૉલ, બે સિક્સર, બે ફોર)ની જોડીએ 67 રનની ભાગીદારીએ ફરી બધાને વિચારતા કરી દીધા હતા. અબ્દુલ સામદે આઠ બૉલમાં 13 રન બનાવ્યા હતા. મુકેશ કુમાર, અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…