સ્પોર્ટસ
ભારતના છગ્ગા માસ્ટર્સમાં હવે રિષભ પંત સર્વશ્રેષ્ઠ

કોલકાતા: ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી સૌથી વધુ છગ્ગા ફટકારવામાં અત્યાર સુધી વીરેન્દર સેહવાગ (Sehwag) કુલ 90 સિક્સર સાથે નંબર વન હતો, પણ હવે રિષભ પંત (Rishabh Pant) મોખરે થઈ ગયો છે.
પંતે આજે 27 રનની ટૂંકી ઇનિંગ્સમાં જે બે સિક્સર (Sixer) મારી એમાંની પ્રથમ સિક્સર તેની 91મી હતી અને એ સાથે તેણે સેહવાગનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો.
હવે પંતના નામે કુલ 92 છગ્ગા છે. રોહિત શર્મા 88 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
ટેસ્ટ જગતમાં બેન સ્ટૉક્સ 136 છગ્ગા સાથે અવ્વલ છે અને પંત સાતમા નંબરે છે.
આ પણ વાંચો…ઈડનમાં ભારત મુશ્કેલીમાં: ચોથી વિકેટ પડી, ગિલ રિટાયર્ડ હર્ટ



