T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: ‘Tel Laga Ke Dabur Ka Wicket Girao Babar Ka’ રિષભ પંતે આ સૂત્ર સાંભળીને જાણો શું પ્રતિક્રિયા આપી?

ન્યૂ યૉર્ક: થોડા વર્ષોથી ભારતની પાકિસ્તાન સામેની મૅચ વખતે ભારતમાં ખાસ કરીને પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમને નિશાન બનાવીને એક સૂત્ર પોકારવામાં આવે છે અને એનો ઉલ્લેખ તાજેતરમાં ‘આપ કી અદાલત’ (Aap Ki Adalat) શોમાં વિખ્યાત પત્રકાર રજત શર્માએ વિકેટકીપર-બૅટર રિષભ પંત (Rishabh Pant)ના લીધેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન કર્યો ત્યારે પંત પણ તેમના મંતવ્ય સાથે સહમત થયો હતો. ફેમસ થયેલું સૂત્ર આ મુજબ છે: ‘તેલ લગા કે ડાબર કા, વિકેટ ગિરાઓ બાબર કા…’

https://twitter.com/flamboypant/status/1799497601617895792

Read More: આજે IND vs PAK મહા મુકાબલો, આ 5 પાકિસ્તાની ખેલાડીઓ આપી શકે છે જોરદાર ટક્કર

રવિવાર, 9 જૂનની ટી-20 વર્લ્ડ કપની મૅચ પહેલાં સોશિયલ મીડિયામાં ‘ડાબર…બાબર’વાળા સૂત્રની વાત કરીને રજત શર્માએ પંતને એના સંબંધમાં પ્રતિક્રિયા માગી ત્યારે પહેલાં તો પંત ખૂબ હસ્યો હતો અને પછી તેણે ક્રિકેટ પ્રત્યે બન્ને દેશના લોકોમાં જે પૅશન હોય છે એની વાત કરી હતી.

રજત શર્માએ પંતને પૂછ્યું, ‘અગાઉ જ્યારે ભારત-પાકિસ્તાનની મૅચ હતી ત્યારે ભારતમાં લોકોનું સૂત્ર હતું, ‘તેલ લગા કે ડાબર કા, વિકેટ ગિરાઓ બાબર કા…’ એ વિશે તમારું શું માનવું છે?


પંતે જવાબમાં કહ્યું, ‘ખેલાડી તરીકે કહું તો તે પણ પોતાના દેશ માટે અથાક મહેનત કરતો હોય છે. મસ્તી-મજાક હંમેશાં થતી જ હોય છે, એક દેશ પ્રત્યેની ભાવનાના રૂપમાં લોકોની લાગણીઓ જે રીતે એકરૂપ થતી હોય છે એ જોવું ખૂબ રસપ્રદ બની જતું હોય છે, પછી ભલે ભારત દેશના ક્રિકેટફૅન્સની ભાવના હોય કે પાકિસ્તાન દેશના ક્રિકેટપ્રેમીઓની. જેમ તમે કહ્યું કે તેલ લગા કે ડાબર કા, વિકેટ ગિરાઓ બાબર કા…આવી બધી બાબતોથી ક્રિકેટ ખૂબ રસપ્રદ બની જતી હોય છે.’

Read More: T20 World Cup: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડના એકઝિટની સંભાવના અત્યારથી જ વધી ગઈ, જાણો કેવી રીતે…


પંતે કાર-અકસ્માતને લીધે થયેલી ઈજા બદલ લગભગ દોઢ વર્ષ સુધી મેદાનથી દૂર રહ્યા બાદ તાજેતરમાં જ કમબૅક કર્યું છે. તેણે આઇપીએલમાં 446 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ બાંગલાદેશ સામેની વૉર્મ-અપ મૅચમાં 32 બૉલમાં 53 રન તેમ જ આયરલૅન્ડ સામેની પ્રથમ લીગ મૅચમાં 26 બૉલમાં અણનમ 36 રન બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો