રિષભ પંતે હરીફોની છાવણીમાં ઘૂસીને તેમનો પ્લાન સાંભળી લીધો અને પછી…
બેન્ગલૂરુ: ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતો હોય છે. બે વર્ષ પહેલાંના કાર-અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા પંતે શરીરના અનેક ભાગોની સારવારની સાથે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું ત્યાર બાદ પાછો રમવા આવ્યો છે ત્યારથી ક્યારેક તેની બૅટિંગ ચર્ચાસ્પદ રહી છે તો ક્યારેક વિકેટકીપિંગ પર પણ સવાલ ઊઠ્યા છે. જોકે રવિવારે અહીં દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-એ સામેની મૅચના ચોથા અને છેલ્લા દિવસની રમતના આરંભની શરૂઆત પહેલાં જે કર્યું એ જોઈને કોઈ પણ વ્યક્તિ હસવું રોકી ન શકે. એ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.
આ પણ વાંચો : રિષભ પંતે (Rishabh Pant) રચ્યો આઇપીએલ-રેકૉર્ડ, પહેલો ભારતીય ખેલાડી છે જેણે…
બન્યું એવું કે રમતની શરૂઆત પહેલાં ઇન્ડિયા-એ ટીમનો કૅપ્ટન શુભમન ગિલ ટીમના પ્લેયર્સ સાથે હડલમાં (મેદાન પર ગોળ કુંડાળામાં સાથી ખેલાડીઓ સાથે જૂથમાં ઊભા રહીને) ઊભો હતો ત્યારે ઇન્ડિયા-બીનો રિષભ પંત તેમની વચ્ચે આવીને ઇન્ડિયા-એ ટીમના બે ખેલાડીની કમર પર હાથ રાખીને ઊભો રહી ગયો હતો અને તેમની વાતો સાંભળી હતી. પંત મજાકમાં આ બધુ કરી રહ્યો હતો અને શુભમન ગિલે એ સમયે સાથીઓને ખરા પ્લાનની વાતો નહીં જ કરી હોય. જોકે પંતના આ વર્તને વાતાવરણ હળવું કરી નાખ્યું હતું અને પંત હસતો-હસતો પોતાની છાવણીમાં જતો રહ્યો હતો.
આ પણ વાંચો : આ હસીનાએ તોડયું Rishabh Pantનું દિલ, કહ્યું દિલ અને દિમાગ…
પંતની બધા ખેલાડીઓ સાથે કેટલી સારી મિત્રતા છે એનું આ સારું ઉદાહરણ છે, કારણકે તે ઇન્ડિયા-એની છાવણીમાં આવી ગયો અને હડલમાં ઊભો રહી ગયો ત્યારે આ હરીફ ટીમના કોઈ ખેલાડીએ તેને રોક્યો પણ નહોતો.
એક્સ (ટ્વિટર) પર બીસીસીઆઇ ડોમેસ્ટિકના હૅન્ડલ પરથી આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને એને ગણતરીના કલાકોમાં બે હજાર લાઇક્સ મળી ગઈ હતી.
આ પણ વાંચો : Rishabh Pantના પરિવારમાં જોડાયું એક નવું સભ્ય…
દુલીપ ટ્રોફીની મૅચ ચાર દિવસની હોય છે અને ભારતની આગામી ટેસ્ટ-સિરીઝો પહેલાં ભારતીય ખેલાડીઓને લાંબા ફૉર્મેટની મૅચ-પ્રૅક્ટિસ માટે બહુ સારી તક મળી છે. ઇન્ડિયા-બીના પંતે રવિવારે પૂરી થયેલી મૅચમાં પોતાની ટીમને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પહેલા દાવમાં તે ફક્ત સાત રન બનાવી શક્યો હતો અને બે કૅચ પકડ્યા હતા. બીજા દાવમાં પંતે 47 બૉલમાં 61 રન બનાવ્યા હતા અને પછી પાંચ કૅચ પકડ્યા હતા.