સ્પોર્ટસ

રિષભ પંત ટેસ્ટના 93 વર્ષના ઇતિહાસમાં એવો બીજો વિકેટકીપર-કૅપ્ટન બન્યો જેણે…

ગુવાહાટીઃ ગયા અઠવાડિયે કોલકાતામાં સાઉથ આફ્રિકા (South Africa) સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે મૅચમાંથી નીકળી જતાં રિષભ પંતે કાર્યવાહક કૅપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી, પરંતુ શનિવારે તેને (ગિલની ગેરહાજરીમાં) સત્તાવાર રીતે આખી ટેસ્ટ માટે કૅપ્ટન્સી સંભાળવા મળી અને એ સાથે તે ભારતનો 38મો ટેસ્ટ-સુકાની તો બન્યો, તેણે એક રીતે એમએસ ધોનીની બરાબરી પણ કરી.

રિષભ પંત ભારત વતી ટેસ્ટમાં સુકાન સંભાળનાર બીજો વિકેટકીપર બન્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ 2008માં (17 વર્ષ પહેલાં) પ્રથમ વખત સુકાન સંભાળ્યું ત્યારે તે ભારતનો પ્રથમ વિકેટકીપર-કૅપ્ટન બન્યો હતો. પંત (Pant) હવે ધોનીની હરોળમાં આવી ગયો છે.

આ પણ વાંચો: કુલદીપને કારણે ટીમ ઇન્ડિયાએ મૅચ પર પકડ જમાવી, હવે બૅટ્સમેનોની પરીક્ષા થશે

યોગાનુયોગ, 2008માં ધોનીની ટેસ્ટ કૅપ્ટન તરીકેની પ્રથમ મૅચ સાઉથ આફ્રિકા સામે હતી અને હવે પંતે પણ એ જ દેશ સામે ટેસ્ટમાં નેતૃત્વ સંભાળ્યું છે.

આઇપીએલમાં પંત લખનઊ સુપર જાયન્ટ્સની ટીમનું સુકાન સંભાળે છે. તેને આ ટીમના માલિકોએ 2025માં 27 કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button