અસ્સલ ધોની જેવો દેખાતો તેનો હમશકલ ભાવુક થઈ ગયો અને બોલ્યો…
સ્પોર્ટસ

અસ્સલ ધોની જેવો દેખાતો તેનો હમશકલ ભાવુક થઈ ગયો અને બોલ્યો…

નવી દિલ્હી: ભૂતકાળમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માના હમશકલ (Lookalike) વિશે આપણને ઘણું રસપ્રદ જાણવા મળ્યું હતું, પણ અસ્સલ મહેન્દ્ર સિંહ ધોની જેવા દેખાતા રિષભ માલાકરની પ્રતિક્રિયા સાવ જુદી છે.

થોડા દિવસથી તે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. તે માહી જેવો દેખાય છે એટલું જ નહીં, માહીને મળીને તે ભાવુક થઈ ગયો છે અને પોતાનો અનોખો ભાવ તેણે એક વીડિયોમાં વ્યક્ત કર્યો છે.

અનેક ખૂબીઓ અને અસરદાર પ્રતિભા ધરાવતો માહી જેવો બીજો ક્રિકેટર ભારતીય ક્રિકેટને નથી મળ્યો. આ ક્રિકેટ-લેજન્ડ અને ‘ કૂલ કેપ્ટન’ને મળીને કોઈ પણ સામાન્ય વ્યક્તિ ભાવવિભોર થઈ જાય અને પોતાને ગૌરવશાળી માને, પરંતુ રિષભ માલાકર (Rishabh Malakar)ની વાત સાવ નોખી છે.

આ પણ વાંચો…ધોનીના એવોર્ડ કાર્યક્રમ વખતે થયેલા અનુભવ અંગે અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

44 વર્ષનો એમએસ ધોની ક્રિકેટ જગતનો એકમાત્ર એવો કેપ્ટન છે જે વન-ડેનો વર્લ્ડ કપ, ટી-20નો વર્લ્ડ કપ તેમ જ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યો છે.

ધોની (Dhoni)ના યુવાન ચાહક રિષભ માલાકરે એક વીડિયોમાં કહ્યું છે કે ’ સોચ રહા હૂં યે વાલે હાથ કો લૅમિનેશન કરા લેતા હૂં. યા કુછ ઐસા કી ફોટો કોપી રખ લેતા હૂં ઈસ કી. માહી સરને હાથ મિલાયા હૈ ભાઈ ઇસસે. યે વાલે હાથ સે માહી સર કે હાથ ટચ હુએ હૈ.’

આ પણ વાંચો…ઇતના મારેગા ના તેરે કો વો…યુવરાજ સિંહે આવું કોને કેમ કહ્યું?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button